Not Set/ ચૂંટણી પરીણામ પૂર્વે યુપીનાં CM યોગીએ લીધો કડક નિર્ણય, રાજભરને લઇને રાજ્યપાલને કરી આ ભલામણ

લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે. દેશમાં કોને મોળશે બહુમત તો કોને મળશે સત્તા તે તો 23 તારીખે સામે આવશે, પરંતુ તે પહેલા ઉત્તર-પ્રદેશનાં CM યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળમાં રહેલા ઓમપ્રકાશ રાજભરને હાંકી કાઢવાની ભલામણ કરી છે. आज #UPCM @myogiadityanath जी ने महामहिम श्री राज्यपाल को पिछड़ा वर्ग कल्याण और […]

Top Stories India Politics
cm yogi ચૂંટણી પરીણામ પૂર્વે યુપીનાં CM યોગીએ લીધો કડક નિર્ણય, રાજભરને લઇને રાજ્યપાલને કરી આ ભલામણ

લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે. દેશમાં કોને મોળશે બહુમત તો કોને મળશે સત્તા તે તો 23 તારીખે સામે આવશે, પરંતુ તે પહેલા ઉત્તર-પ્રદેશનાં CM યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળમાં રહેલા ઓમપ્રકાશ રાજભરને હાંકી કાઢવાની ભલામણ કરી છે.

લોકસભા ચૂંટણીનાં પરીણામ પૂર્વે ભાજપનાં સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરની ઉત્તર પ્રદેશ કેબિનેટથી કોઇ પણ સમયે હકાલપટ્ટી થઇ શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઇકને ઓમપ્રકાશ રાજભરને મંત્રીમંડળથી તુરંત હાંકી કાઢવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રી ઓફિસનાં ટ્વિટર એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે.

વળી બીજી તરફ CM યોગી આદિત્યનાથની ભલામણનો ઓમપ્રકાશ રાજભરે સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે, અમે તેમના આ નિર્ણયનો સ્વાગત કરીએ છીએ. સીએમ દ્વારા બરાબર નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સોશિયલ જસ્ટીસ કમિટિની રચના કરી અને તેની રિપોર્ટને ડસ્ટબિનમાં ફેંકી દીધી, તેના અમલીકરણ માટે તેમની પાસે વધારાનો સમય નહતો.