Political/ CWCની બેઠક પહેલા અશોક ગેહલોતે કહ્યું, ‘રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવું જોઈએ’

અશોક ગેહલોતે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું જોઈએ. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રવિવારે સાંજે ચાર વાગ્યે મળી રહી  છે.

Top Stories India
અશોક ગેહલોતે

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. અશોક ગેહલોતે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું જોઈએ. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રવિવારે સાંજે ચાર વાગ્યે મળી રહી  છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  કોંગ્રેસના ઘણા અસંતુષ્ટ નેતાઓ પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણીઓ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી, પરંતુ તે સમય પહેલા યોજવામાં આવશે તેવું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. પંજાબમાં કોંગ્રેસે જ ખરાબ રીતે સત્તા ગુમાવી છે.

આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની સમીક્ષા થવાની છે. અશોક ગેહલોતે ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ધ્રુવીકરણની રાજનીતિ ખૂબ જ સરળ છે. ભાજપ સોશિયલ મીડિયા પર કોંગ્રેસને મુસ્લિમ પાર્ટી કહેવાનો પ્રચાર કરી રહી છે. જ્યારે અમારો ઉદ્દેશ્ય દેશમાં એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો છે. ચૂંટણી દરમિયાન ધર્મનો મુદ્દો આગળ રહ્યો અને રોજગાર, મોંઘવારી જેવા મુદ્દાઓને ભાજપે પાછળ રાખ્યા.

અશોક ગેહલોતે કહ્યું કે, વર્ષ 2017માં કોંગ્રેસ એક થઈને જીતી હતી. પંજાબમાં જ્યારે ચન્નીને સીએમ બનાવવામાં આવ્યા ત્યારે વાતાવરણ સકારાત્મક હતું, પરંતુ અમારી ભૂલ હતી કે આંતરિક મતભેદો ઉભા થયા અને વિધાનસભાની ચૂંટણીમાં અમારી હાર થઈ. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકાથી ગાંધી પરિવારનો કોઈ સભ્ય વડાપ્રધાન કે મંત્રી બન્યો નથી. એ સમજવું જરૂરી છે કે કોંગ્રેસની એકતામાં ગાંધી પરિવાર કેન્દ્રસ્થાને છે.

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પહોંચી ગયા છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પીએલ પુનિયા, પી ચિદમ્બરમ, આનંદ શર્મા પણ પહોંચ્યા છે. કોંગ્રેસના અસંતુષ્ટ જૂથમાં સામેલ ગુલામ નબી આઝાદ પણ પહોંચી ગયા છે.

આ પણ વાંચો :ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ગુજરાતમાં પણ કરાઇ કરમુક્ત

આ પણ વાંચો : પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાને આવ્યો હાર્ટ એટેક, યુ.એન મહેતામાં કરાયા એડમિટ

આ પણ વાંચો :સોમવારથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર, કોંગ્રેસના નેતાઓએ તૈયાર કરી રણનીતિ

આ પણ વાંચો :TMC એ શત્રુઘ્ન સિન્હાને આપી લોકસભાની ટિકિટ,વિધાનસભા માટે બાબુલ સુપ્રિયો ઉમેદવાર