Health Tips/ તુલસીના પાનનું સેવન કરવાથી થશે ફાયદા,જાણો કયા રોગોમાં કરે છે અસર

તુલસીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે, મેંગેનીઝ, એન્ટીઓકિસડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબીયલ ગુણધર્મો છે.

Health & Fitness Lifestyle
holy basil tulsi pan

હિન્દુ ધર્મની અંદર તુલસીના પાનને અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે. તુલસીના પાન ભગવાનને ભોગ ધરાવવા અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તુલસીના છોડમાં ઘણા ઔષધીય ગુણો છુપાયેલા છે. જે શરીરના અનેક રોગોનો નાશ કરે છે. આવો આજે જાણીએ તુલસીના પાનના ફાયદા અને તેનાથી શું થઇ શકે છે ફાયદાઓ

તુલસીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે, મેંગેનીઝ, એન્ટીઓકિસડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબીયલ ગુણધર્મો છે. તે જ સમયે, તુલસીના પાંદડા સવારે ખાલી પેટે ખાવા જોઈએ. તમે તુલસીના 4-5 તાજા પાંદડા તોડીને સવારે ધોઈને ખાઈ શકો છો. સાથે જ તેને ચા અને ખોરાકમાં મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકાય છે.

કિડનીમાં સ્ટોનની સમસ્યા હોય તો નિયમિત રૂપથી આ પીવાથી અમુક દિવસોમાં કિડની સ્ટોન બાથરૂમ દ્વારા બહાર આવી જાય છે.મધની સાથે તુલસી ખાવાથી કિડનીના સબંધિત રોગ દૂર થાય છે.વાળની સમસ્યાઓ માટે, મિત્રો વાળ ખરવાનું કારણ છે તેલથી માલિશ કરવાથી વાળની ખંજવાળ દૂર થઈ જાય છે.અને વાળની રુસી પણ દૂર થઈ જાય છે.તુલસીના પાવડરને નારિયેલ તેલમાં ઉમેરી વાળમાં લગાવવાથી વાળના સબંધિત રોગ દૂર થઈ જાય છે. વાળ લાંબા અને ચમકદાર થઈ જાય છે.

સ્મરણ શક્તિ તથા બુદ્ધિના વિકાસ માટે, તુલસીના પાનાને રોજ બાળકોને આપવા જોઈએ. તુલસીના પાનની સાથે માખણ ઉમેરી ખાવાથી સ્મરણ શક્તિ તેજ થાય છે.આને તમે મધની સાથે પણ ખાઈ  શકો છો.આનાથી પણ તમને ખૂબ ફાયદો મળશે.લૂ થી બચવા માટે, ઘરથી બહાર જતી વખતે તુલસીના પાનનો સેવન કર્યા પછી બહાર જાઓ.આનાથી ન તમને લૂ લાગશે અને ન તમને બહાર ચક્કર આવશે.કિડનીની સમસ્યા, તુલસીના પાનનો રસ બનાવી તેને પીવાથી કિડનીનો રોગ દૂર થાય છે.

વજન ઓછું કરવા માટે, તુલસીના પાનાને પીસીને દહીંના સાથે ખાવાથી વજન ઓછું થાય છે.હિચકી બંધ કરવા માટે, હિચકી આવવા પર તુલસીના ત્રણ થી ચાર પાના ચાવી લો તરત આરામ મળશે.મોઢાના રોગો માટે લાભકારી, તુલસીના પાનાને પીસી તેલમાં ભેળવીને દાંતની સફાઈ કરો દાંતની કોઈ સમસ્યા નહીં થાય.તુલસીની કોમળ પાના નિયમિત રૂપથી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.મોઢામાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ થતું નથી.

શરદી,ખાંસી અને તાવમાં લાભદાયક,તુલસીના અમુક પાના મરી,કાળુ મીઠું અને આદુને પાણીમાં ઉકાળી પિવાથી શરદી,ખાંસી અને તાવમાં ખૂબ આરામ મળશે.પેશાબમાં બળતરા, તુલસીના પાના ચાવવાથી પેશાબમાં બળતરા નહિ થતી.જેને આ સમસ્યા છે તે આ પ્રયોગ કરે જરૂર લાભ મળશે.

મહિલાઓની સમસ્યામાં તુલસીના લાભ, તુલસીના પાનને ચાવવાથી શ્વેત પ્રદરની સમસ્યામાં લાભ થાય છે.આના સેવનથી પીરીયડ સમયથી આવે છે.દર્દ વગેરેની સમસ્યા થતી નથી.

તુલસીમાં થાયમોલ નામનો એક પદાર્થ જોવા મળે છે. જે ત્વચા માટે ખૂબ સારું છે.તુલસી પાનને પીસી ખીલ પર લગાવવાથી જલ્દી સારું થાય છે. તથા નિયમિત ખાવાથી ચહેરા પર ચમક બની રહે છે. તુલસીના પાનને પીસી લીંબુનો રસ ઉમેરી આને ચહેરા પર લગાવવાથી ચહેરો ખુશખુશાલ બને છે.

તુલસીના પાનનો ઉકાળો પીવાથી માનસિક તણાવ દૂર થઈ જાય છે.કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો આ ઉકાળો પીવાથી ખૂબ આરામ મળે છે.