Beware of fake calls/ ચેતજો…હવે સાયબર ઠગો આ રીતે તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે

સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન ધારકોને ચેતવણી આપી છે. જેમાં સાઈબર ઠગોથી સુરક્ષિત રહેવા જણાવાયું છે. ચેતવણીમાં લખ્યું હતું કે તે ક્યારેય (*401#) નંબર ડાયલ કરવાનું કહેતી નથી.

Top Stories India
YouTube Thumbnail 2024 01 12T125916.909 ચેતજો...હવે સાયબર ઠગો આ રીતે તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે

Cyber News :  ટેલિકોમ્યુનિકેશન  વિભાગે એક ચેતવણી જાહેર કરી છે. જેમાં સાયબર ઠગો સ્ટાર 401 હેશટેગ (*401#) ડાયલ કરીને અજાણ્યા નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે છે. તેથી સરકારે યુઝર્સને ફ્રોડ કોલ્સથી સાવધ રહેવા જણાવ્યું છે. આ પ્રોસેસથી સાઈબર ગુનેગારો યુઝર્સ સાથે છેતરપિંડી કરે છે.

સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન ધારકોને ચેતવણી આપી છે. જેમાં સાઈબર ઠગોથી સુરક્ષિત રહેવા જણાવાયું છે. દૂરસંચાર વિભાગે યુઝર્સને આવા ફેક કોલ્સથી સાવચેત રહેવા જણાવ્યું છે. મોબાઈલ ધારકોને સ્ટાર 401 હેશટેગ (*401#) ડાયલ કરીને અજાણ્યા નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે છે. જેના કારણે ગુનેગારોને યુઝરના નંબર પર તમામ ઇનકમિંગ કોલ કરવાની પરવાનગી મળે છે. તેનો લાભ લઈને સાયબર ઠગો યુઝરના મોબાઈલ નંબર પર કોલ કરીને OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ માગીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

WhatsApp Image 2024 01 12 at 12.54.38 PM ચેતજો...હવે સાયબર ઠગો આ રીતે તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે

ટેલિકોમ્યુનિકેશન વિભાગે Airtel, Jio, Vodafone-Idea, BSNLના તમામ ટેલિકોમ યુઝર્સને આવા ઇનકમિંગ કોલથી સાવચેત રહેવા જણાવ્યું છે. અગાઉ પણ ઓક્ટોબર મહિનામાં (*401#) કોલ ફોરવર્ડિંગ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ગુનેગારો ઓનલાઈન ડિલિવરી, બેંક અથવા અન્ય સેવાઓના એજન્ટ તરીકે ઓળખ આપે છે. બાદમાં યુઝર્સને  આ નંબર પર કૉલ કરવા કહે છે. વપરાશકર્તાઓ ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે અને આ વિશિષ્ટ યુએસએસડી (USID) કોડ દાખલ કરીને, સાયબર ગુનેગારો દ્વારા આપવામાં આવેલા અજાણ્યા નંબરો પર તેમના ફોન પરના તમામ ઇનકમિંગ કૉલ્સની મંજૂરી આપે છે.

સાયબર ગુનેગારો યુઝરને બેંકિંગ એજન્ટ અથવા ટેલિકોમ ઓપરેટર હોવાનો ઢોંગ કરતા હોય છે. તેમજ નેટવર્કની સમસ્યા છે તેવું જણાવી એક નંબર ધારકને આપે છે, જે ધારકે ડાયલ કરવાનું હોય છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ધારકોને આવા કોઈ પણ સેવા કૉલને અવગણવા અને કૉલ ફોરવર્ડિંગ માટે ઉપર દર્શાવેલ નંબરોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

ચેતવણીમાં લખ્યું હતું કે તે ક્યારેય (*401#) નંબર ડાયલ કરવાનું કહેતી નથી. જો યુઝર્સ સાયબર ક્રિમિનલ્સનો શિકાર બને છે અને કોલ ફોરવર્ડિંગ ઓન કરે છે, તો તેમણે તરત જ પોતાના સ્માર્ટફોનના સેટિંગમાં જઈને બધા ફોરવર્ડ સેટિંગ્સ બંધ કરવા અથવા ડિસેબલ સેટિંગ્સ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ

આ પણ વાંચો: મોદી સરકાર આ તારીખે રજૂ કરી શકે છે બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ