RMC/ માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરી માલ વેચતા વેપારીઓ ચેતજો, એકમમાં લાગી જશે સાત દિવસ માટે સીલ

રાજકોટમાં કોરોના નિયમનો ઉલાળિયો કરી અને વેપાર ધંધો કરતા વ્યવસાયિક એકમોએ હવે વધારે સચેત થઇ અને રહેવું પડશે. નહિતર મહાનગર પાલિકા અને પોલીસ તરીકે દંડો ઉગામશે.રાજકોટ શહેરને કોરોના સંક્રમણ થી બચાવવા માટે રાજકોટ મહાનગ

Gujarat Rajkot
udit agrawal 3 માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરી માલ વેચતા વેપારીઓ ચેતજો, એકમમાં લાગી જશે સાત દિવસ માટે સીલ

રાજકોટમાં કોરોના નિયમનો ઉલાળિયો કરી અને વેપાર ધંધો કરતા વ્યવસાયિક એકમોએ હવે વધારે સચેત થઇ અને રહેવું પડશે. નહિતર મહાનગર પાલિકા અને પોલીસ તરીકે દંડો ઉગામશે.રાજકોટ શહેરને કોરોના સંક્રમણ થી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા હવે એક્સન મોડમાં આવી ગઈ છે.રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે માસ્ક વગરના ગ્રાહકને માલ વેચતા વેપારી જોવા મળશે કે વેપારી માસ્ક વગર દેખાશે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું દેખાશે તો વ્યવસાયિક એકમ સાત (૭) દિવસ માટે સીલ કરાશે આ માટે મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

seal2 1 માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરી માલ વેચતા વેપારીઓ ચેતજો, એકમમાં લાગી જશે સાત દિવસ માટે સીલ

 

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે.

mask dand rmc3 1 માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરી માલ વેચતા વેપારીઓ ચેતજો, એકમમાં લાગી જશે સાત દિવસ માટે સીલ

વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગમાં રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…