Not Set/ 31st  ડિસેમ્બરે પાર્ટી કરતા લોકો સાવધાન, અમદાવાદ પોલીસે કરી લીધી છે તૈયારીઓ

એસજી હાઇવે પર નહીં થાય 31મી ડિસેમ્બરની ઊજવણી, શહેર આસપાસના વિસ્તારોમાં પણ સઘન તપાસ થશે

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 45 31st  ડિસેમ્બરે પાર્ટી કરતા લોકો સાવધાન, અમદાવાદ પોલીસે કરી લીધી છે તૈયારીઓ

કોરોનાનાં કારણે સમગ્ર રાજ્યમાં અનેક લોકો ભોગ બન્યા છે. તેવામાં કોરોનાનાં બીજા તબક્કામાં ગ્રાફ ઉપર જતા સમગ્ર રાજ્યમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતીઓ મોજ શોખ માટે જાણીતા છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો તો તેને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે.

  • પોલીસનો પહેરો રહેશે ચારેકોર
  • જો પકડાયા તો પાર્ટીનો નશો પોલીસ સ્ટેશન લઇ જશે
  • વર્ષ 2020ને વિના પાર્ટી આપજો વિદાય

શહેરના અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે. અને પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે. આથી રહેજો સાવધાન અને ગોઝારા 2020ને શાંતિથી આપજો વિદાય.

  • એસજી હાઇવે પર નહીં થાય 31મી ડિસેમ્બરની ઊજવણી
  • શહેર આસપાસના વિસ્તારોમાં પણ સઘન તપાસ થશે

અમદાવાદ શહેરમાં જે રીતે દર વર્ષે માર્ગો પર લોકો ભેગા થતા હતા. મોડી રાત સુધી શહેરના એસજી હાઇવે અને તેને અડીને આવેલા ક્લબ અને ફાર્મ હાઉસમાં 31મી ડિસેમ્બરની ઊજવણી થતી હતી. બીજી તરફ આ વખતે અમે પોલીસને ખાનગી કપડાં અને ખાનગી વાહનોમાં અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવવા કહેવામાં આવ્યું છે. જેની સાથે જો આ વખત 3 કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં પહોંચશે કે કોઈ નશો કરેલી હાલતમાં દેખાશે તો તેની આ વખતે ખેર નથી.

31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ

શહેરમાં 31મી ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસે આ વખતે પેડેમિક સ્થિતિના કારણે કોઈને પણ પરમિશન આપી નથી. તેની સાથે 31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ રાખવામાં આવી છે. તેની સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ પર વોચ રાખવામાં આવશે.

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…