અકસ્માત/ સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો  

સુરતના વેસુ વિસ્તારમાંથી આજે હચમચાવતી ઘટના સામે આવી છે. ટ્રેકટર લઇ જઇ રહેલા પિતા દ્વારા જ પોતાના 5 વર્ષના પુત્ર ટ્રેકટર નીચે કચડાઇ ગયો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 27 સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો  

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના વેસુ વિસ્તારમાંથી આજે હચમચાવતી ઘટના સામે આવી છે. ટ્રેકટર લઇ જઇ રહેલા પિતા દ્વારા જ પોતાના 5 વર્ષના પુત્ર ટ્રેકટર નીચે કચડાઇ ગયો હતો.ટ્રેકટર ચાલક પત્ની, પુત્ર સહિત મજૂરો સાથે ટ્રેકટરમાં બેસીને જતા હતા. આ દરમિયાન બ્રેક મારતાં પુત્ર નીચે પટકાયોને ટ્રેકટરનું પૈડું ચડી જતા પુત્ર કચડાઈ ગયો હતો. આ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાંથી આજે માતા-પિતા માટે ચોકાવનારી ઘટના સામે આવી છે. પિતા દ્વારા જ પોતાના પુત્રનું ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત થયા હોવાની હચમચાવતી ઘટના વેસુ વિસ્તારમાંથી બનવા પામી છે. સમગ્ર બનાવ અંગે મળતી વિગત મુજબ સુરેશ મુનિયા પત્ની મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતમાં બાંધકામ સાઈટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે.

સુરેશ મુનિયા તેની પત્ની અને પુત્ર સાથે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની પણ તેની સાથે મજૂરી કામ કરે છે ત્યારે સુરેશ તેની પત્ની અને તેનો 5 વર્ષનો એકનો એક પુત્ર વિષુવ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરવા ગયા હતા.સુરેશ મુનિયા ટ્રેક્ટર ચલાવી પરત ફરી રહ્યા હતા. જેમાં તેની પત્ની અને પુત્ર સહિત કેટલાક મજૂરો સાથે બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાંથી ટ્રેક્ટર બહાર લઈ જતી વખતે વળાંક આવતા ટ્રેક્ટર ચાલક સુરેશે ટર્ન મારતા તેનો 5 વર્ષનો પુત્ર નીચે પટકાયો હતો.

આ દરમિયાન ટ્રેક્ટરનું પૈડું તેના પુત્ર પરથી ફરી મળતા તે કચડાઈ ગયો હતો. ટ્રેક્ટર નીચે પિતા દ્વારા જ તેનો 5 વર્ષે પુત્ર કચડાઈ જતા પરિવાર બેબાકળું થઈ ગયું હતું અને ચિંતામાં મુકાઈ ગયું હતું. પરિવાર દ્વારા તાત્કાલિક બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.જ્યાં હોસ્પિટલમાં પુત્રને સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકને મૃતક જાહેર કર્યો હતો ત્યારે એકના એક પુત્રનું પિતાના જ ટ્રેકટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

આ ઘટના અંગે પોલીસને જાણ થતા વિસુ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવ અંગે વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા