Underworld don Dawood Ibrahim/ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનના ઠેકાણા વિશે ભાણજાએ કર્યો મોટો ખુલાસો,કરાંચીના આ વિસ્તારમાં છુપાયો છે

દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહનું નિવેદન સપ્ટેમ્બર 2022માં NIAએ  નોંધ્યું હતું, જેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે

Top Stories India
Underworld don Dawood Ibrahim

Underworld don Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહનું નિવેદન સપ્ટેમ્બર 2022માં NIAએ  નોંધ્યું હતું, જેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. NIAએ થોડા સમય પહેલા દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીના સંબંધમાં મુંબઈમાં જોરદાર કાર્યવાહી કરી હતી. આમાં ઘણા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્રએ અલીશાહે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમ કરાચીના ડિફેન્સ એરિયામાં છુપાયેલો છે. અલીશાહના નિવેદન અનુસાર, દાઉદ ઈબ્રાહીમ હવે કરાચીના ડિફેન્સ વિસ્તારમાં અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફકી પાસે રહે છે.

ઉલ્લેખનીય છે કે અલીશાહે એ પણ કહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમે (Underworld don Dawood Ibrahim) બીજા લગ્ન કર્યા છે. દાઉદ ઈબ્રાહિમની આ બીજી પત્ની પાકિસ્તાનના જ પઠાણ પરિવારમાંથી છે. જો કે NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદ ઈબ્રાહિમ એ જ વાત કહી રહ્યો છે કે તેણે તેની પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપીને બીજા લગ્ન કર્યા છે, પરંતુ અલીશાના નિવેદન પ્રમાણે એવું બિલકુલ નથી.

અલીશાહે એ પણ કહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમે (Underworld don Dawood Ibrahim) બીજા લગ્ન કર્યા છે. દાઉદ ઈબ્રાહિમની આ બીજી પત્ની પાકિસ્તાનના જ પઠાણ પરિવારમાંથી છે. જો કે NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદ ઈબ્રાહિમ એ જ વાત કહી રહ્યો છે કે તેણે તેની પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપીને બીજા લગ્ન કર્યા છે, પરંતુ અલીશાના નિવેદન પ્રમાણે એવું બિલકુલ નથી.

NIAને આપેલા નિવેદનમાં અલીશાએ જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહજબીન સાથે અલીશાહની મુલાકાત જુલાઈ 2022માં દુબઈમાં થઈ હતી. ત્યારે જ અલીશાહને દાઉદ ઈબ્રાહિમના બીજા લગ્નની ખબર પડી. અલીશાહના કહેવા પ્રમાણે, દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહજબીન એ છે જે દરેક તહેવાર અને દરેક પ્રસંગે વોટ્સએપ કોલ દ્વારા ભારતમાં બેઠેલા સંબંધીઓ સાથે સંપર્કમાં રહે છે.

Modi-Yediyuruppa meeting/યેદિયુરપ્પાની મોદી સાથે સૂચક મુલાકાતઃ કોનું સિંહાસન ડોલશે