Bharuch/ બિસ્માર રોડ નું લાખોના ખર્ચે ગોબાચારી સાથે નવીનીકરણની શરૂઆત

વરસાદના કારણે ભરૂચ ના તમામ જાહેર માર્ગો ધોવાઈ જવાના કારણે બિસ્માર બની ગયા હતા. જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર થી કોલેજ સુધીનો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ જવાના કારણે મસમોટા ખાડાઓ પડી જતા

Top Stories Gujarat Others
અબડાસા 18 બિસ્માર રોડ નું લાખોના ખર્ચે ગોબાચારી સાથે નવીનીકરણની શરૂઆત

@દિનેશ મકવાણા, મંતવ્ય ન્યૂઝ-ભરૂચ 

જ્યોતિ નગર થી કોલેજ સુધીના માર્ગમાં હાઇટેન્શન લાઇન ઉપર પણ લીલા ઝાડની વેલના કારણે વીજ કરંટનો ભય

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં વસેલા વરસાદમાં તમામ માર્ગોનું ધોવાણ થઇ જવાના કારણે માર્ગો બિસ્માર બની ગયા છે જેના પગલે કેટલાય લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે જ્યોતિનગર થી કોલેજ સુધીનો માર્ગ વાહન ચાલકો માટે જીવલેણ બની જતા મીડિયા અને સોશિયલ મીડિયાના અહેવાલ બાદ પુન: એકવાર લાખો રૂપિયાના ખર્ચે રોડનું નવિનીકરણ શરૂ કરવામાં આવ્યું છે.  પરંતુ આ માર્ગ ઉપર ગેરકાયદેસર ઇંટ રેતી કપચી નો વેપાર કરનારા લારી ધારકોના કારણે માર્ગ બિસમાર બની જતો હોવાના પણ આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે ભરૂચ ના તમામ જાહેર માર્ગો ધોવાઈ જવાના કારણે બિસ્માર બની ગયા હતા. જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર થી કોલેજ સુધીનો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ જવાના કારણે મસમોટા ખાડાઓ પડી જતા સમગ્ર માર્ગ બિસ્માર બની ગયો હતો. સમગ્ર માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવે મોડી રાત્રે અકસ્માતની ઘટનાઓ બનતી હતી. કેટલાય ટુ વ્હીલર વાહન ચાલકો રોડ ઉપર પટકાઈ જવાના કારણે ગંભીર ઇજાઓ થઈ રહી હતી.

કેટલાય ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક કોઈ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી હોવાના વિડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ પ્રકાશિત થયા હતા. જેના પગલે મોડે મોડે પણ તંત્ર દ્વારા રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  પરંતુ રોડની કામગીરીમાં પણ ગોબાચારી થઇ રહી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચના જ્યોતિનગર થી કોલેજ સુધીના મુખ્ય માર્ગ ઉપર રોડ સાઇડ ઉપર ગેરકાયદેસર રીતે કેટલાય લોકો  ઈટો રેતી કપચીના ખડકલો કરી બિન્દાસપણે વેપાર કરી રહ્યા છે જેના કારણે ભારે વાહનોની પણ સતત અવર જવરના કારણે માર્ગોનું સત્યાનાશ વળી રહ્યું છે જાહેર માર્ગો ઉપર જ ઈંટો રેતી ના ખડકલાવો કરવામાં આવી રહ્યા છે જોકે આ લારી સંચાલકો ભોલાવ ગ્રામ પંચાયતના કેટલાક લોકોને માસિક રૂપિયા ચૂકવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સરકાર દર છ મહિને માર્ગની મરામત માટે લાખો રૂપિયાનું આંધણ કરી રહી છે અને માર્ગોની હાલત બિસ્માર કરનારા ગેરકાયદેસર ઈંટો રેતી કપચી નો વેપાર કરનાર લારી ધારકો સામે જ પગલાં ભરવાની જરૂર છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ આવા લારી ધારકો સામે પગલાં ભરતા કેમ ખચકાય છે તેવા સવાલો પણ અહીં ઉભા થયા છે

ભરૂચના જ્યોતિનગર થી કોલેજ સુધીનો માર્ગ લાખો રૂપિયાના ખર્ચે હાલ નવીનીકરણ શરૂ કરાયું છે પરંતુ આ માર્ગ છ મહિનામાં જ બિસ્માર બની જશે કારણ કે આ માર્ગ ઉપર ગેરકાયદેસર ઇંટ રેતી કપચી નો વ્યવસાય કરનારા લારી સંચાલકો ના ભારે વાહનો આ માર્ગ ઉપર હોવાના કારણે માર્ગ ગણતરીના દિવસોમાં જ બિસ્માર બની જાય છે ત્યારે માર્ગ અને મકાન વિભાગે પણ ગેરકાયદેસર લારી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે