ભરૂચ/ ઝઘડિયામાં રહેશે અજવાળું : 66 KVના સબ સ્ટેશનનું અંતે કરાયું લોકાર્પણ

વધુ એક 66 KVનાં સબ સ્ટેશન ભૂમિપૂજન કરવામાં આવતાં હવે આવનાર સમયમાં વાલિયા, ઝઘડિયા, અને નેત્રંગ તાલુકાને વીજળીની સમસ્યામાં રાહત મળી રહેશે.

Gujarat Others
ભરૂચ

ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકના હજારો લોકોને હવે અંધારાનો સામનો નહિ કરવો પડે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રવિવારે 41 કરોડના  ખર્ચે વણાકપોર ખાતે નિર્માણ પામેલ 66 KVના સબ સ્ટેશનનું લોકાર્પણ અને અન્ય ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા.

ભરૂચ

ઝઘડિયા તાલુકા સહીત આદિવાસી વિસ્તાર ગણાતા એવા વાલિયા અને નેત્રંગ તાલુકામાં ભાજપ સરકારે પોતાની કમાન મજબૂત બનવવા હવે વિકાસની રાહ પકડી છે. રાજપીપલાથી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યાં આજરોજ ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે  ત્રયેણ તાલુકાના હજારો લોકો માટે સુખાકારી અને નિયમિત વીજળી મળી રહે તે અર્થે 41 કરોડના ખર્ચે  વણાકપોર ખાતે નિર્માણ પામેલ 66 KVના સબ સ્ટેશન સહીત અન્ય ત્રણ  66 KVના સબ સ્ટેશન લોકાર્પણવિધિ  અને વધુ એક 66 KVના સબ સ્ટેશન ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. જેને લઇ હવે આવનાર સમયમાં વાલિયા, ઝઘડિયા, અને નેત્રંગ તાલુકાને વીજળીની સમસ્યામાં રાહત મળી રહેશે. ઝઘડિયાના મિશન કમ્પાઉન્ડ ખાતે યોજાયેલ આ કાર્યક્ર્મમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 11 લાખનો ચેક ભરૂચ  ભાજપ અને  અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તરફથી મુખ્ય મંત્રીના હસ્તે ભરૂચ પોસ્ટ ઓફિસને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ભરૂચ

યોજાયેલ લોકાર્પણ અને ભુમીપુજન કાર્યક્રમમાં રાજ્ય ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ભરૂચ નર્મદા જિલ્લા સંસદ મનસુખ વસાવા, વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જેટકો એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, સ્નેહલ ભાસ્કર, કલેકટર તુષાર સુમેરા, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ