દેવભૂમિ દ્વારકા/ ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ

પોસ્ટ વિભાગના અન્ય કર્મચારીના ધ્યાને આ બાબત આવતા તેણે સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વર્ષ 2019થી 2020…

Gujarat Others
ભાટીયા
  • ભાટીયા પોસ્ટઓફિસમાં કરોડોનું કૌભાંડ
  • કર્મચારીએ રૂ.1.55 કરોડની કરી ઉચાપત
  • ઓનલાઈન બોગસ ટ્રાન્જેક્શન બનાવી ઉચાપત
  • કર્મચારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ કરોડોનું કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે. કર્મચારી હેમંત જાદવે ઓનલાઈન બોગસ ટ્રાન્જેક્શન દેખાડી રૂ.1.55 કરોડ જેટલી રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોસ્ટ વિભાગના અન્ય કર્મચારીના ધ્યાને આ બાબત આવતા તેણે સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વર્ષ 2019થી 2020 દરમિયાન ભાટિયા શાખામાં આવતી જામકલ્યાણપુરની જુદી જુદી ૧૬ બ્રાંચમાંથી ખોટા ટ્રાન્ઝીટ દર્શાવી ઉચાપત કર્યાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો :કુવાડવા રોડ પર નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી આવશે ગુસ્સો

આ પણ વાંચો :ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

આ પણ વાંચો :સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત