Not Set/ ભાવનગર : સામુહિક દુષ્કર્મમાં સગીરા પિંખાય, સગીર સહિતનાં આરોપીઓને ઝડપી લેવાયા

ભાવનગર શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક પછી એક ઘટનાઓ બની રહી છે. છેલ્લા 15 દિવસમાં 6 હત્યાનાં બનાવથી લોકોમાં ભય અને દેહશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુંડા અને અસામાજી તત્વો જાણે કાયદાને પોતાનાં ખિસ્સામાં રાખતા હોય તેવા માહોલ વચ્ચે આજે ફરી પોલીસની આબરૂનાં લીરે લીરા ઉડાડતી દુષ્કર્મની ઘટના સામે […]

Top Stories Others
bhavnagar ભાવનગર : સામુહિક દુષ્કર્મમાં સગીરા પિંખાય, સગીર સહિતનાં આરોપીઓને ઝડપી લેવાયા

ભાવનગર શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક પછી એક ઘટનાઓ બની રહી છે. છેલ્લા 15 દિવસમાં 6 હત્યાનાં બનાવથી લોકોમાં ભય અને દેહશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુંડા અને અસામાજી તત્વો જાણે કાયદાને પોતાનાં ખિસ્સામાં રાખતા હોય તેવા માહોલ વચ્ચે આજે ફરી પોલીસની આબરૂનાં લીરે લીરા ઉડાડતી દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે.

સગીરાનું શિયળ લૂંટાયું

bnvg ભાવનગર : સામુહિક દુષ્કર્મમાં સગીરા પિંખાય, સગીર સહિતનાં આરોપીઓને ઝડપી લેવાયા

શહેરનાં સભ્ય ગણાતા યોગીનગરમાં રહેતી ગરીબ પરિવારની એક સગીરાનું શિયળ લૂંટાઇ ગયાની ઘટનાથી જાણે સોપો પડી ગયો છે. વિસ્તૃત વાત કરવામાં આવે તો, સગીરા બે દિવસથી ઘરેથી ગુમ હતી. અને ગઇરાત્રે શિવાજી સર્કલ પાસેથી ભેદી સંજોગોમાં મળી આવી હતી. સગીરાની હાલત જોતા તેની સાથે કશુંક અજુગતું બન્યાનું જણાતાં તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ લઇ જવાઇ હતી. જયાં  સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનાં પ્રાથમિક દ્રષ્ટીએ લગતા પોલીસને જાણ કરાતા ઘોઘા રોડ પોલીસે દોડી આવી હતી અને આ અંગે ફરિયાદ લઈને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

સગીર પણ છે દુષ્કર્મનો આરોપી

દુષ્કર્મ જેવી ધિનોની ઘટનાનાં પગલે ઘોઘારોડ પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લાગી ગયા હતા. પોલીસે સામુહિક દુષ્કર્મનાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ મોટી સફળતા મેળવી છે. ગુનામાં સંડોવાયેલ સગીર સહીત ચાર આરોપીઓને પલવારમાં શોધી લેવામાં આવ્યા હતા. આરોપીઓ એજ વિસ્તારમાં રહેતા પ્રદીપ ધાપા, મનીશ ધાપા, નીરવ શિયાળ તેમજ એક સગીર સહીતનાં ચાર ઇસમો છે. પોલીસ દ્રારા આરોપીની સરભરા કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.