ભાવનગર/ ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે : મંત્રી સર્બાનંદ સોનોવાલ

ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.  કન્ટેનરની અછતની પરિસ્થિતિ સામે હવેભારત આત્મનિર્ભર બની રહ્યું છે તેવી પરિસ્થિતિમાં

Gujarat Others
v5 4 ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે : મંત્રી સર્બાનંદ સોનોવાલ
  • કેન્દ્રીય શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ભાવનગર જિલ્લાના પ્રવાસે  
  • કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની મુલાકાતલીધી ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબબનવાની દિશામાં : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ
  • કન્ટેનર નિર્માણના વિવિધ તબકાઓ વિશેજાણકારી મેળવતા મંત્રી સોનોવાલ 

ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજેભાવનગર જિલ્લાના પ્રવાસે હતાં.  તેમણે આજે વરતેજ નજીકના નવાગામ ખાતેઆવેલા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ એકમની મુલાકાત લીધી હતી. મંત્રીએ કન્ટેનરનિર્માણના વિવિધ તબક્કાઓની વિગતવાર માહિતી લીધી હતી.

આ સુવિધા ૭૫,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી છે. એક અંદાજ પ્રમાણે  સુવિધા સંપૂર્ણ કાર્યક્ષમતામાં પ્રતિ દિવસ ૫૦નંગ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ સુવિધાને પહેલાથી જ કોન્કોર  તરફથી ૧૦,૦૦૦ કન્ટેનરનો ઓર્ડર મળ્યો છે. આમ, આટલો મોટો ઓર્ડર મેળવનારી તે પ્રથમ ભારતીય કન્ટેનર મેન્યુફેક્ચરિંગકંપની બની છે. મુલાકાત બાદ મંત્રીએ પત્રકારોનેસંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની રહ્યું છે. તેમાં પણ ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.  કન્ટેનરની અછતની પરિસ્થિતિ સામે હવેભારત આત્મનિર્ભર બની રહ્યું છે તેવી પરિસ્થિતિમાં કન્ટેનર નિર્માણનું હબ બની ભાવનગર સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે અને ભારત અને ગુજરાતનું નામ વધુ રોશનકરશે.

આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત ડો. ભારતીબેન શિયાળ (સાંસદ ભાવનગર),  ડૉ. સંજીવ રંજન( IAS) (સચિવ, શિપિંગ), રાજેશ કુમાર સિંહા(અધિક સચિવશિપિંગ), ભૂષણ કુમાર(સંયુક્ત સચિવ, શિપિંગ), રાજીવ જલોટા(ચેરમેન, IPA), સુજીત કુમાર(IAS) (મંત્રીના PS), યોગેશ નીરગુડે (IAS)(કલેકટર ભાવનગર), રવીન્દ્ર પટેલ (IPS) (જિલ્લા પોલીસઅધિક્ષક, ભાવનગર), એસ.કે.મહેતા (IFS) (અધ્યક્ષ,DPA),  નંદીશ શુક્લા (IRTS)(ઉપાધ્યક્ષ DPA), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએઆ સુવિધાની મુલાકાત લીધી હતી.