Not Set/ ભાવનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 ના મોત 4 ઘાયલ

રાજ્યમાં અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે અનેક લોકોનાં જીવ હોમાઈ જાય છે. ત્યારે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે.ભાવનગર ખાતેથી જ્યાં ગોઝારા અકસ્માતે પાંચ લોકોનાં ભોગ લઈ લીધો. ઉલ્લેખનીય છે કે પૂરઝડપે આવતી બે કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ […]

Top Stories Gujarat Others
hhn 2 ભાવનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 ના મોત 4 ઘાયલ

રાજ્યમાં અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે અનેક લોકોનાં જીવ હોમાઈ જાય છે. ત્યારે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે.ભાવનગર ખાતેથી જ્યાં ગોઝારા અકસ્માતે પાંચ લોકોનાં ભોગ લઈ લીધો.

ઉલ્લેખનીય છે કે પૂરઝડપે આવતી બે કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આપને જણાવી દઈએ કે આ કરુણાંતિકામાં બે પુરુષ એક મહિલા અને એક બાળકની જીવનલીલા સંકેલાઈ ગઈ છે..પરિણામે પરિવારજનો પર અત્યારે દુખનાં ડુંગરો તૂટી પડ્યા છે.આ સમગ્ર મામલે પોલીસે હાલ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ મૃતકોનાં શબને પોસ્ટમોર્ટમ માટે હોસિપ્ટલ ખાતે ખસેડાયા છે…