વિદેશમાં મોત/ કેનેડામાં ભાવનગરના યુવકનું મોત, DySPની પુત્રની રહસ્યમયી રીતે મળી લાશ

કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલા વધુ એક ગુજરાતી યુવકના મોતની ખબર સામે આવી રહી છે. છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતા 23 વર્ષના યુવકની ગુમ થયા બાદ લાશ મળી આવી છે.

Top Stories Gujarat Others
કેનેડામાં

કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલા વધુ એક ગુજરાતી યુવકના મોતની ખબર સામે આવી રહી છે. છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતા 23 વર્ષના યુવકની ગુમ થયા બાદ લાશ મળી આવી છે. કેનેડાના ટોરેન્ટોમાં ભાવનગરના યુવકનું મોત નિપજવાની ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુરમાં ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષનો પુત્ર આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે  કેનેડા ગયો હતો.  તે આશરે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. આ યુવાન ગત તારીખ 5 મેના રોજથી ગુમ થયો હતો. આ અંગે મિત્રોએ પરિવાર તથા ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેના ગુમ થયા બાદ કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.

આયુષ છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો અને બેચલર્સનો અભ્યાસ પૂરો કર્યા બાદ માસ્ટર્સ કરી રહ્યો હતો. આગલા 6 મહિનામાં જ તેનો અભ્યાસ પૂરો થવાનો હતો. જોકે અચાનક તેના ગુમ થયા બાદ આ રીતે લાશ મળી આવતા પરિવાજનો પણ આધાતમાં મૂકાઈ ગયા છે. આયુષના પિતા રમેશભાઈ ડાખરા ગુજરાત પોલીસ વિભાગમાં DySP તરીકે ફરજ બજાવે છે અને તેઓ PM મોદીની સિક્યોરિટીમાં પણ રહી ચૂક્યા છે અને હાલમાં પાલનપુરમાં ફરજ બજાવે છે.

ઉલ્લેખનીય છે કે, 20 દિવસ પહેલાં અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની પણ કેનેડામાં ગુમ થવા બાદ લાશ મળી આવી હતી. હર્ષ પટેલ પણ યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. જ્યારે આયુષ પણ આ જ યુનિવર્સિટીમાં ભણતો હતો. આમ, એક જ યુનિવર્સિટીમાંથી કેનેડામાં વસતા બે ગુજરાતીઓમાં મોતથી ભયનું વાતાવરણ ઊભું થયું છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર