Not Set/ ભોજપુરી હોટ એક્ટ્રેસ મોનાલિસા કોરોના પોઝિટિવ, ઘરે જ થઇ ક્વોરેન્ટીન

રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેનારી અભિનેત્રી મોનાલિસ પણ કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Entertainment
1 11 ભોજપુરી હોટ એક્ટ્રેસ મોનાલિસા કોરોના પોઝિટિવ, ઘરે જ થઇ ક્વોરેન્ટીન

રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેનારી અભિનેત્રી મોનાલિસ પણ કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રી હાલમાં કલર્સ ટીવી શો ‘નમક ઇશ્ક કા’ માં ઇરાવતી વર્માનું પાત્ર ભજવી રહી છે. મોનાલિસા કોવિડ-19 પોઝિટિવ આવ્યા પછી, સીરિયલનું શૂટિંગ અટકી ગયું છે અને તમામ કાસ્ટ અને ક્રૂ નાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

1 12 ભોજપુરી હોટ એક્ટ્રેસ મોનાલિસા કોરોના પોઝિટિવ, ઘરે જ થઇ ક્વોરેન્ટીન

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

અહેવાલો અનુસાર, ‘મોનાલિસા છેલ્લા કેટલાક દિવસોથી લક્ષણો અનુભવી રહી હતી અને તેથી તેણે આ ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે તેને ખબર પડી કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે નિર્માતાઓએ શૂટિંગ રોકવાનું નક્કી કર્યું હતું અને સમગ્ર ટીમને સાવચેતીનાં ભાગરૂપે ટેસ્ટ માટે જવાનું કહેવામાં આવ્યુ હતું. દરેકનાં ટેસ્ટનાં પરિણામોની રાહ જોવાઇ રહી છે જો કે કેટલાક કલાકારોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેમા મુખ્ય ભૂમિકા ભજવનારા મુખ્ય અભિનેતા આદિત્ય ઓઝાનો પણ સમાવેશ થાય છે.

1 13 ભોજપુરી હોટ એક્ટ્રેસ મોનાલિસા કોરોના પોઝિટિવ, ઘરે જ થઇ ક્વોરેન્ટીન

મહામારીનો મહાભરડો / દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

થોડા દિવસો પહેલા કલર્સ ટીવીનાં લોકપ્રિય શો મોલ્કીમાં એક પ્રમુખ કપલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. અભિનેતા અમર ઉપાધ્યાય અને પ્રિયાલ મહાજને પોતાને અલગ કરી દીધા છે. પ્રિયાલે જણાવ્યુ કે, ‘પ્રામાણિકપણે, હું મારા ટેસ્ટ પરિણામો પોઝિટિવ આવવાની અપેક્ષા કરતો નહોતો. કારણ કે આ પહેલા પણ, મેં ઘણી વખત ટેસ્ટ કરાવ્યુ હતું અને દરેક વખતે મારો રિપોર્ટ નેગેટિવ જ આવ્યો હતો. મારા કેટલાક મિત્રોએ અગાઉ આ ટેસ્ટ કરાવ્યુ હતું. પોઝિટિવ થયા પછી હું ખરેખર નર્વસ છું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ