@Mitul Vadhiya
જુનાગઢ જિલ્લાના માળિયા (હા) તાલુકાના ખોરાસા ગીર ગામ Bhutnath Mahadev નજીક કલિંન્દ્રી નદી કિનારે રજવાડા સમયનું પૌરાણિક મહાદેવનું મંદિર આવેલ છે.આ સ્થળે ભૂતકાળમા ગાઢ જંગલ અને નદી કિનારો હોવાથી લોકોની અવર જવર નહિવત પ્રમાણમાં હતી. સમય જતાં આ સ્થળ પર આજુ બાજુ વિસ્તારમા લોકોનો વસવાટ થતો ગયો અને લોકોની અવર જવર વધવા લાગી. લોકવાયકા મુજબ હરિદ્વારથી સોમનાથ ભગવાન શિવને અભિષેક માટે ગંગાજળ કાવડ દ્વારા લઈ આવવામા આવતું અને કાવડ યાત્રીઓ આ પવિત્ર સ્થળ રસેશ્વર મહાદેવના સાનિધ્યમા વિસામો લેતા હતા.

ઈ.સ.1954માં યોગી તપસ્વી સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ આ સ્થળ પર નાની એવી ઝુંપડી જેવા સ્થળે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમા પ્રથમ સમય વીતાવ્યો. ભગવાન શિવની પૂજા અર્ચના કરવા લાગ્યા અને આ પવિત્ર સ્થળે રહેવાનું નક્કી કર્યું. ત્યાર બાદ સ્વામી કૃષ્ણાનંદજી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આ પરિસરમાં રસેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી હતી. મંદિરના સંચાલકોના સહયોગ થકી ૐ આકાર નું ભવ્ય ભવન નું નિર્માણ Bhutnath Mahadev કરવામાં આવ્યું તથા વિશાળ યજ્ઞ કુંડ બંધાવ્યો મંદિર આજુ બાજુ વિસ્તારમાં આયુર્વેદિક વનસ્પતિ નો ઉછેર કર્યો જેમાં વિવિધ ઔષધીઓનું વાવેતર કર્યું, જેમાં આંમળા, વાયવર્ણો, રગતરોહીડો, લીયો, બહેડા, સેમડો, સતાવરી, વિદારીકંદ, ભૈરવસીંગ, રૂખડો, અંજીર, કદમ, અર્જુન,ચંદનનો સમાવેશ થાય છે.

આ ઔષધિઓનું વાવેતર કરી ઉછેર કર્યો. તેના પછી ભગવાન પતંજલિ યોગ અને આયુર્વેદ નિદાન સારવાર કેન્દ્ર સ્થાપિત કરી રોગિષ્ટ લોકોને સાજા કરવાનું કાર્ય આરંભ્યુ હતું. ભૂતનાથ મહાદેવ આશ્રમમાં સ્વામી કૃષ્ણાનંદજી મહારાજે ગૌશાળા ની સ્થાપના કરી, જેમાં વિવિધ જાતની 108 ગાયોનું લાલન પાલન કરતાં હતા. હાલ ગૌશાળામા ૫૦ જેટલી ગાયો આવેલી છે.
સ્વામી કૃષ્ણાનંદજી મહારાજે પારદ પારાનું વનસ્પતિમાં શુધ્ધિકરણ કરીને પારદ 108 શિવલિંગ બનાવવામાંમાં આવી હતી, જે હાલ સુરંગ વાળા રૂમમાં સ્થાપિત કરેલી જોવા મળે છે. સ્વામી કૃષ્ણાનંદજી મહારાજની આ જગ્યા પ્રત્યેનો અપાર પ્રેમ અને પોતાની આવડત થકી અસંખ્ય લોકોને પોતાના તરફનું આકર્ષણ વધાર્યું હતું અને દુ:ખમાંથી મુક્તિ અપાવી હતી.

સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ શિવ આરાધનામાં મગ્ન રહેતા Bhutnath Mahadev હતા અને શિવ મહિમાનો ભક્તો સાથે હંમેશા સંવાદ કરતાં હતા આ મહાપુરુષ ત્રીજી સપ્ટેમ્બર 2009ના રોજ બ્રહ્મલીન થયા અને પોતાનો દેહ ત્યાગી દીધો હતો. બાદમા મંદિરના સંકુલમાં સ્વામી કૃષ્ણાનંદજી મહારાજની સમાધિ સ્થાને રાજસ્થાની આરસ ના પથ્થરો મંગાવી બાપુની યાદમાં મંદિર બનાવી અને મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ઇતિહાસકારો ના મંતવ્ય મુજબ સોમનાથ ક્ષેત્રના 16 સૂર્યમંદિરોમાનું એક સૂર્યમંદિર ખોરાસા ગીર ગામે આવેલ હતું એવો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
મહાદેવ ના સાનિધ્યમા દર રવિવારે આયુર્વેદિક ઉપચાર માટે ડોક્ટરશ્રી હાજર રહે છે.લોક કલ્યાણ માટે આશ્રમ દ્વારા બનાવેલી દવા નજીવા દરે વિતરણ કરવામાં આવે છે. દર મહિનાની પાંચમી તારીખે આંખ ના રોગ માટે સદભાવના ટ્રસ્ટ દ્વારા કેમ્પનું Bhutnath Mahadev આયોજન કરવામાં આવે છે.અને વિનામૂલ્યે આંખનું ઓપરેશન કરી આપવામાં આવે છે. ભૂતનાથ મહાદેવ મંદિર સમીપ કાલિન્દ્રી નદી વહેતી હોવાથી પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઊઠે છે. મંદિરના પાછળના ભાગમાં ભૂતનાથ મુક્તિ ધામ આવેલ છે, જ્યાં વડીલો, બાળકો માટે હરવા ફરવા માટે રમણીય સ્થળ બનાવવામા આવેલ છે.
આ પણ વાંચોઃ Digital Gujarat/ગુજરાત વિધાનસભા પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનશે, સીએમે પણ લીધી તાલીમ
આ પણ વાંચોઃ Harsh Sanghvi-Cybercrime/હર્ષ સંઘવીનું તડને ફડઃ પોલીસ ન સાંભળે તો સીધો મને કોલ કરજો
આ પણ વાંચોઃ સફળતા/હીરાચોરીઃ વહેલી સવારે લૂંટ અને સાંજ સુધીમાં ધરપકડ
આ પણ વાંચોઃ resolution/સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા
આ પણ વાંચોઃ Ahmedabad Swaminarayan temple/સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીનું અપમાન, સનાતની સંતોનો રોષ ચાલુ
