Not Set/ બિડેનનાં દિકરાએ કોલ ગર્લને ચુકવ્યાં 18 લાખ રૂપિયા, ન્યુયોર્ક પોસ્ટે કર્યો દાવો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેનનો પુત્ર હન્ટર બિડેન, જે હંમેશાં વિવાદોમાં રહે છે

Top Stories World
2 254 બિડેનનાં દિકરાએ કોલ ગર્લને ચુકવ્યાં 18 લાખ રૂપિયા, ન્યુયોર્ક પોસ્ટે કર્યો દાવો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેનનો પુત્ર હન્ટર બિડેન, જે હંમેશાં વિવાદોમાં રહે છે, ફરી એક વખત ટીકાથી ઘેરાઇ ગયા છે. જણાવી દઇએ કે, અમેરિકન અખબાર ન્યુ યોર્ક પોસ્ટએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે, મે 2018 માં, હન્ટરએ ન્યૂયોર્કની એક હોટલમાં કોલ ગર્લ સાથે રાત વિતાવી હતી અને આકસ્મિક રીતે તે રશિયન છોકરીને તેના પિતાનાં ખાતામાંથી 25 હજાર ડોલર એટલે કે લગભગ 18 લાખ રૂપિયા આપ્યા હતા.

2 256 બિડેનનાં દિકરાએ કોલ ગર્લને ચુકવ્યાં 18 લાખ રૂપિયા, ન્યુયોર્ક પોસ્ટે કર્યો દાવો

પ્રતિબંધ / વેક્સિન ન મળી તો બાંગ્લાદેશે હિલ્સા માછલીઓની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

મળતી માહિતી મુજબ, હન્ટરએ 2018 માં હોલીવુડની ચેટો મારમોન્ટ હોટલમાં કોલ ગર્લ સાથે વિતાવેલી રાત માટે અજાણતાં તેના પિતાનાં ખાતામાંથી ચૂકવણી કરી હતી. હન્ટર બિડેનનાં લેપટોપમાં ઘણા મેસેજ, ફોટો અને આર્થિક વ્યવહાર વિશેની માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર, હન્ટર બિડેને આ લેપટોપનો ઉપયોગ ડાયરી તરીકે કરતો હતો. હન્ટરે તે લેપટોપ રિપેર માટે દુકાનમાં આપ્યું હતુ, ત્યારબાદ તે ભૂલી ગયો હતો. ન્યુયોર્ક પોસ્ટે દસ્તાવેજોનાં આધારે દાવો કર્યો છે કે, બિડેનનો પુત્ર હન્ટર બિડેન પોતાને “તેની પસંદીદા સાઇટ એમરાલ્ડ ફૈંટેસી ગર્લ્સ,” માંથી પોતાના માટે રશિયા અને લીલા રંગની આંખોવાળી કોલ ગર્લને પસંદ કરી અને તેની સાથે તેણે રાત વિતાવી. મહિલાનું નામ યાના હતુ. સમાચાર અનુસાર, યાના આવનારા ઘણા સમય સુધી હન્ટરની પાસે રહી અને તેણેે પોતાના પેમેન્ટની માંગ કરી. જો કે, હન્ટરનાં ડેબિટ કાર્ડ્સ કામ કરતા ન હોતા અને યાના તેના 8 હજાર ડોલર લીધા વિના જવા તૈયાર નહોતી. ત્યારે હન્ટરે યાનાની બોસને ફોન લગાવ્યો.

2 255 બિડેનનાં દિકરાએ કોલ ગર્લને ચુકવ્યાં 18 લાખ રૂપિયા, ન્યુયોર્ક પોસ્ટે કર્યો દાવો

OMG! / એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

હન્ટરએ ગુલનોરાનાં ખાતામાં 8 હજાર ડોલર ટ્રાન્સફર કર્યા પરંતુ તે થયા નહીં. તેની થોડી મિનિટો પછી, નાણાકીય સેવાઓ કંપની Wells Fargo એ હન્ટરને ફ્રોડ ડિટેકક્શન એલર્ટ મોકલ્યો. આ પછી, યાનાએ તેના ખાતામાં 8 હજાર ડોલર ટ્રાન્સફર કરવાનો પ્રયાસ પણ કર્યો પણ તે થઈ શક્યું નહીં. યાના પાછી ચાલી ગઇ પરંતુ હન્ટર જ્યારે સુઇને જાગ્યો ત્યાં સુધીમાં તેનુ બેંક ખાતુ ખાલી થઈ ગયુ હતુ. કોમ્પ્યુટરમાં સાચવેલી રસીદ બતાવે છે કે જે વ્યવહાર નિષ્ફળ ગયો છે તે ખરેખર થઇ ચુક્યા હતા અને પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. પહેલા 8 હહજાર ડોલર, પછી 2 હજાર ડોલર, પછી 3500 ડોલર, ફરી એક વાર 8 હજાર ડોલર અને છેલ્લે 3500 ડોલર.. ​​એક કલાકમાં, 25000 ડોલર હન્ટરનાં ખાતામાંથી ટ્રાન્સફર થઈ ચુકક્યા હતા.રિપોર્ટ અનુસાર આ પછી કોલ ગર્લે હન્ટરને મેસેજ કરી પેમેન્ટ અંગે માહિતી આપી. સાથે જ લખ્યું છે કે જ્યારે પણ તમે મારી સાથે ફરીથી સમય પસાર કરવા માંગતા હોવ, ત્યારે તમે પાછા આવી શકો છો. આપને જણાવી દઇએ કે, હવે યાનાનો ફોન નંબર બંધ થઈ ગયો છે અને એમેરાલ્ડ ફેન્ટેસી ગર્લ્સ નિષ્ક્રિય થઈ ગઈ છે. યાનાનાં વકીલ ક્રિસ આર્મેન્ટાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

majboor str 24 બિડેનનાં દિકરાએ કોલ ગર્લને ચુકવ્યાં 18 લાખ રૂપિયા, ન્યુયોર્ક પોસ્ટે કર્યો દાવો