નવી દિલ્હી/ બ્રિજભૂષણ સિંહ સામે થશે મોટી કાર્યવાહી! જાતીય સતામણી, છેડતીનો ચાલી શકે છે કેસ, 21 સાક્ષીઓના નિવેદન નોંધાયા

બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુલ 21 સાક્ષીઓએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમાંથી છએ CrPC 164 હેઠળ પોતાનું નિવેદન આપ્યું છે.

Top Stories India
Untitled 9 બ્રિજભૂષણ સિંહ સામે થશે મોટી કાર્યવાહી! જાતીય સતામણી, છેડતીનો ચાલી શકે છે કેસ, 21 સાક્ષીઓના નિવેદન નોંધાયા

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેની તપાસની જવાબદારી દિલ્હી પોલીસની છે. દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ, ફરિયાદીએ છ એવા સ્થળોનો ઉલ્લેખ કર્યો છે જ્યાં તેને લાગ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહે તેની છેડતી કરી છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે અત્યાર સુધીની તપાસના આધારે, બ્રિજભૂષણ સિંહ “યૌન ઉત્પીડન, છેડતી અને પીછો કરવાના ગુનાઓ માટે અજમાયશ અને સજાને પાત્ર છે”.

જણાવી દઈએ કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુલ 21 સાક્ષીઓએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમાંથી છએ CrPC 164 હેઠળ પોતાનું નિવેદન આપ્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને 18 જુલાઈના રોજ સમન્સ પાઠવ્યા છે.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, ED ચીફનું ત્રીજી વખત એક્સટેન્શન યોગ્ય નથી

આ પણ વાંચો:બિયાસ નદીએ બધું ધોઈ નાખ્યું, છતાં 146 વર્ષ જૂનો વિક્ટોરિયા બ્રિજ ખડકની જેમ ઊભો રહ્યો

આ પણ વાંચો:ગાઝિયાબાદમાં સ્કૂલ બસ અને TUV કારની ટક્કર, છ લોકોના મોત, બે ઘાયલ

આ પણ વાંચો: હિમાચલમાં બે અઠવાડિયામાં 72 લોકોના મોત, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ; આખરે આકાશમાંથી  કેમ વરસી