પ્રદૂષણ/ કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રહેશે

દિલ્હી ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને કહ્યું કે તમામ પ્રિ-સ્કૂલ, પ્રિ-પ્રાઈમરી અને પ્રાથમિક વર્ગો (નર્સરીથી ધોરણ પાંચ)ને 3 અને 4 નવેમ્બરે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે

India
અરવિંદ કેજરીવાલ કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રહેશે

નવી દિલ્હીમાં વધતા પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે તમામ ખાનગી અને સરકારી શાળાઓને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

પ્રાથમિક સ્તરની તમામ શાળાઓ બંધ રહેશે

તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારથી દિલ્હી-NCRમાં આકાશમાં ધુમ્મસ છવાયું હતું. દિલ્હીમાં હવાની ગુણવત્તા 450ના આંકને પાર કરી ગઈ છે. નોઈડામાં પણ આવી જ સ્થિતિ છે. લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ-3 પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.

વર્ગો ઓનલાઈન મોડમાં ચાલશે

દિલ્હી ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને કહ્યું કે તમામ પ્રિ-સ્કૂલ, પ્રિ-પ્રાઈમરી અને પ્રાથમિક વર્ગો (નર્સરીથી ધોરણ પાંચ)ને 3 અને 4 નવેમ્બરે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન MCD શાળાઓ પણ 03 અને 04 નવેમ્બરે બંધ રહેશે. વિદ્યાર્થીઓ માટેના વર્ગો ઓનલાઈન મોડમાં ચલાવવામાં આવશે. જો કે, શિક્ષકો અને કર્મચારીઓ માટે શાળાઓ ખુલ્લી રહેશે.

દિલ્હી-એનસીઆરમાં ગેપ-3 પ્રતિબંધ લાગુ

ગ્રેપ-3 હેઠળ આવશ્યક સરકારી પ્રોજેક્ટ, ખાણકામ અને પથ્થર તોડવા સિવાય બાંધકામ અને ડિમોલિશનના કામ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત દિલ્હીની બહાર નોંધાયેલા હળવા કોમર્શિયલ વાહનો અને ડીઝલ ટ્રકો અને મધ્યમ અને ભારે માલસામાનના વાહનો (આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનો સિવાય)ના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો- મનોજ જંરાગેએ ખત્મ કર્યો ઉપવાસ; સરકારને આપ્યું અલ્ટીમેટમ

આ પણ વાંચો- ચીન પાસે હશે 1000 પરમાણુ બોમ્બ! જાણો અન્ય પરમાણુ સમૃદ્ધ દેશો પાસે કેટલો ભંડાર?