બેદરકારી/ Go Firstની મોટી બેદરકારી,મુસાફરોને લીધા વિના ફલાઇટ રવાના, જાણો કંપનીએ શું આપ્યું વળતર

એરલાઈન કંપની ગો એરની મોટી બેદરકારી સામે આવી છે. ગો એરની G8-116 બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ 50 મુસાફરોને લીધા વિના રવાના થઈ

Top Stories India
Negligence of Go First

Negligence of Go First;    એરલાઈન કંપની ગો એરની મોટી બેદરકારી સામે આવી છે. ગો એરની G8-116 બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ 50 મુસાફરોને લીધા વિના રવાના થઈ. વિમાનમાં મુસાફરી કરી રહેલા 50 મુસાફરોએ ચેક ઇન અને બોર્ડિંગ પાસ લીધા હતા. પરંતુ ફ્લાઇટ 50 મુસાફરોને લીધા વિના બેંગ્લોરથી ઉપડી હતી. ગો એર આ મામલે તેની આંતરિક તપાસ કરી રહી છે. આ ઘટના સોમવાર (9 જાન્યુઆરી)ની છે. લાંબા સમય બાદ ગો એર એ બાકીના 50 મુસાફરોને બીજી ફ્લાઈટમાં દિલ્હી મોકલ્યા. ડીજીસીએ આ સમગ્ર મામલે ગો એરની ભૂલ સ્વીકારી છે. આ બેદરકારી બદલ ચીફ ઑપરેશન મેનેજરને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની સામે શા માટે કાર્યવાહી ન કરવી તેનો જવાબ માંગવામાં આવ્યો છે. ડીજીસીએ તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગો એર મુસાફરોને યોગ્ય રીતે મેનેજ કરી શકી નથી.

આ મામલામાં ગો એર એ ફ્લાઇટના (Negligence of Go First) તમામ ક્રૂને આગામી આદેશ સુધી હટાવી દીધા છે. ગો એરે ફ્લાઇટ ચૂકી ગયેલા તમામ 55 મુસાફરોને દેશભરમાં 1 ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. 12 મહિનામાં આ મુસાફરો દેશના કોઈપણ શહેરની ટિકિટ બુક કરાવી શકે છે. ગો એર દ્વારા આ સમગ્ર મામલે મુસાફરોની માફી માંગવામાં આવી છે.

ફ્લાઈટ G8 116 સોમવારે સવારે 6.30 વાગ્યે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. મુસાફરોને ચાર  વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા. એરલાઇન, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસને ટેગ કરીને ટ્વિટર પર કરવામાં આવેલી ફરિયાદો અનુસાર, જ્યારે GoFirst ફ્લાઈટ ઉપડી ત્યારે લગભગ 55 મુસાફરો બસમાં રાહ જોઈ રહ્યા હતા. મુસાફરો પાસે તેમના બોર્ડિંગ પાસ હતા અને તેમની બેગ તપાસવામાં આવી હતી.

સુમિત કુમાર કે જે બેંગલુરુમાં ઓટોપેક્ટ માટે કામ કરે છે, તે પણ વિમાનની રાહ જોઇ રહ્યા હતા  સુમિતે કહ્યું, “અમે બસમાં 54 થી વધુ હતા. બોર્ડિંગ પૂર્ણ થયું ન હતું. તે 6:20 વાગ્યાની ફ્લાઈટ હતી અને એરલાઈને અમને સવારે 10 વાગ્યે બીજી ફ્લાઈટમાં બેસાડ્યા હતા. GoFirst Airways એ ટ્વીટનો જવાબ આપતા કહ્યું, “અસુવિધા બદલ માફ કરશો.

Oscar-2023/‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના આ કલાકાર ઓસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા માટે શોર્ટલિસ્ટ, ફિલ્મ પણ થઇ ક્વોલિફાય