Not Set/ વેક્સિન અંગે આવ્યા મોટા સમાચાર, ગુજરાતથી જ PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

દેશ – દુનિયામાં અત્યારે જે ફક્ત એક વસ્તુની સરકાર, તંત્ર સહિત તમામ લોકો રાહ જોઇ રહ્યા છે તે છે કોરોનાની વેક્સિન છે. અને કોરોના વેક્સિન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

Gujarat Others
zydus vaccine વેક્સિન અંગે આવ્યા મોટા સમાચાર, ગુજરાતથી જ PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

દેશ – દુનિયામાં અત્યારે જે ફક્ત એક વસ્તુની સરકાર, તંત્ર સહિત તમામ લોકો રાહ જોઇ રહ્યા છે તે છે કોરોનાની વેક્સિન છે. અને કોરોના વેક્સિન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિન મામલે ગુજરાતમાંથી જ મોટી જાહેરાત સામે આવી શકે છે. જી હા, ગુજરાતથી જ કોરોના વેક્સિન મળી ગઇ છે તેવી મોટી જાહેરાત થઇ શકે છે અને તે પણ ભારતનાં વડાપ્રધાન દ્વારા જ.

જી હા, બીલકુલ સાચી વાત છે, PM મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ગુજરાતનાં અમદાવાદ પાસે આવેલા ઝાયડસ ફાર્માનાં પ્લાન્ટની મુલાકાત લે તેવી શક્યતાઓ સામે આવી છે. PM ની અચાનક ગુજરાત મુલાકાતનું કારણ છે કોરોના વેક્સિન. કોરોના વેક્સિન વિકસાવવામાં ઝાયડસ ફાર્મા અંતિમ ચરણમાં પહોંચ્યું છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતની ખ્યતનામ ફાર્મા કંપની ઝાયડસ ઝાયકોવ-ડી વેક્સિનનું નિર્માણ કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ  ઝાયડસ ઝાયકોવ-ડી વેક્સિન પોતાનાં અંતીમ પરિક્ષણી તબક્કામાં છે. અને માટે જ કદાચ વડાપ્રધાન ગુજરાતથી જ મોટી જાહેરાત કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ સંદર્ભે વડાપ્રધાનના ગુજરાત મુલાકાતનાં કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે  અને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઇ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…