big news/ દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ સાગરદાણ કૌભાંડને લઈને વિપુલ ચૌધરીની ધરપકડ CID ક્રાઇમે કરી ધરપકડ ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આવેલી સૌથી મોટી દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. 22 કરોડનાં સાગરદાણ કૌભાંડ મામલે મહેસાણા દૂધસાગર ડેરીનાં પૂર્વ […]

Gujarat Others Breaking News
corona 232 દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ સમાચાર ટુ ધ પોઇન્ટ

દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર
ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ
સાગરદાણ કૌભાંડને લઈને વિપુલ ચૌધરીની ધરપકડ
CID ક્રાઇમે કરી ધરપકડ

ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આવેલી સૌથી મોટી દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. 22 કરોડનાં સાગરદાણ કૌભાંડ મામલે મહેસાણા દૂધસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની CID ક્રાઈમે ધરપકડ કરી છે. આપને જણાવી દઇએ કે, કોઈ પણ મંજૂરી લીધા વિના મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગરદાણ મોકલાયું હતું.

આપને જણાવી દઇએે કે, મળી રહેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગરદાણ મોકલાયું હતું. કોઇપણ મંજૂરી વિના સાગરદાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. જેને પગલે ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હતું. તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા સાગરદાણ મોકલાયું હોવાનો આક્ષેપ છે. વિપુલ ચૌધરીએ બોનસ અને ડિપોઝીટને લઈને 12 કરોડની ઉચાપત કરી હતી. આ અંગે Cid ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી મહેસાણાથી ગાંધીનગર તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં  સોમવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી  જાહેર થવાની શક્યતા છે. એ પહેલાં જ ચૌધરીને જેલભેગા કરી દેવાયા છે.

ધરપકડ બાદ વિપુલ ચૌધરીનું નિવેદન
ચૌધરીએ લેખિતમાં જાહેર કર્યુ નિવેદન
મનાઈ હુકમ આપવામાં આવ્યો
મહારાષ્ટ્ર સાગરદાણમાં કૌભાંડ નથી
9 કરોડની જમીનોનુ બાનાખાત કરી ભર્યા
9 કરોડ ભરવા ઉછીના લેવા પડ્યા હતા

આપને જણવી દઇએ કે, મહેસાણા દૂધસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ધરપકડ બાદ એક લેખિત નિવેદન જાહેર કર્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં જે સાગરદાણ મોકલવામાં આવ્યું છે તેમાં કોઈ કૌભાંડ નથી. આ કેસમાં રાજ્ય રજિસ્ટ્રારનાં હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મનાઈ હુકમની શરત મુજબ 9 કરોડ જમીનનું બનાખત કરીને મેં ભર્યા છે. કુલ આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે. 9 કરોડ ભરવા પૈસા ઉછીના લેવા પડ્યા હતા. આ રૂપિયા પરત કરવા જમીનનું બાનાખત કરવું પડ્યું છે. અગાઉ પણ વિપુલ ચૌધરી કૌભાંડમાં સપડાયા હતા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરીમાંથી સાગરદાણનું વેચાણ મહરાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કરીને તેના નાણાંની ઉચાપત કરવા બદલ 2019માં વિપુલ ચૌધરી સહિત 22 લોકો સામે મહેસાણા કોર્ટમાં તોહમતનામું મંજૂર કરાયું હતું.

શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો

એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…