TRP Gaming zone/ રાજકોટ TRP ઝોન મામલે થયાં મોટા ખુલાસા

જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું…………

Top Stories Gujarat Rajkot Breaking News
Image 2024 05 26T080004.953 રાજકોટ TRP ઝોન મામલે થયાં મોટા ખુલાસા

Rajkot news: રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું જાણવા મળ્યું છે. લાશ્કરોને તપાસ કરતા માલૂમ પડ્યું કે, ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સૂત્રો મુજબ, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને સમગ્ર માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. TRP ગેમ ઝોનમાં 1500 થી 2000 લીટર ડીઝલ જનરેટર અને ગો કાર રેસીંગ માટે 1000 થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે સદ્નસીબે આગ પેટ્રોલ-ડીઝલના બેચ સુધી પહોંચી ન હતી, અન્યથા મૃત્યુઆંક હજુ પણ વધી શક્યો હોત.

રૂપિયા 99માં ફ્રી એન્ટ્રીની ઓફર

ગેમઝોનમાં 99 રૂપિયામાં ફ્રી એન્ટ્રીની ઓફર આપવામાં આવી હતી. પરિણામે ભીડ થઈ હતી. શનિવારે એન્ટ્રી માટે 99 રૂપિયાની ઓફર સ્કીમ હતી, જેના કારણે અકસ્માત સમયે ગેમિંગ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

TRP ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો રહેવાસી છે. પ્રકાશ જૈન સાથે યુવરાજસિંહની 15 ટકા ભાગીદારી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી છે. યોગેશ પાઠક અને નીતિન જૈન ગેમઝોનના મેનેજર તરીકે ઓળખ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે SITની રચના, CM ભુપેન્દ્ર પટેલ થોડી વારમાં પહોંચશે

આ પણ વાંચો: TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 24 જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ