રાજકોટ આગની ઘટના/ રાજકોટમાં અગ્નિકાંડમાં TPO સાગઠીયા મામલે સૌથી મોટો ધડાકો, BJPના નેતાઓએ કરી મુલાકાત

રાજકોટ અગ્નિકાંડમાં TPO સાગઠીયા સુધી પોલીસ તપાસનો રેલો પંહોચ્યો છે. હાલમાં TPO સાગઠીયાની ઓફિસમાંથી કરોડો રૂપિયા અને સોનું મળી આવ્યું

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 07 03T130749.041 રાજકોટમાં અગ્નિકાંડમાં TPO સાગઠીયા મામલે સૌથી મોટો ધડાકો, BJPના નેતાઓએ કરી મુલાકાત

રાજકોટમાં અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો થયો છે. અગ્નિકાંડમાં TPO સાગઠીયા સુધી પોલીસ તપાસનો રેલો પંહોચ્યો છે. હાલમાં TPO સાગઠીયાની ઓફિસમાંથી કરોડો રૂપિયા અને સોનું મળી આવ્યું. હવે આ મામલે વધુ મોટો ખુલાસો સામે આવ્યો છે. અગ્નિકાંડ મામલે જવાબદાર મનાતા TPO સાગઠીયાની ભરતીને લઈને મોટા ઘટસ્ફોટ થયો છે.

TRP ગેમઝોન અગ્નિકાંડમાં પ્રતિદિન નવી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અગ્નિકાંડ ઘટના બાદ રાજ્યભરમાં વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. હાલમાં અગ્નિકાંડ ઘટનામાં જવાબદાર માનવામાં આવતા શંકાસ્પદ આરોપી TPO સાગઠીયાની ભરતી ગેરકાયદેસર રીતે કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. એટલે કે સાગઠીયાની ભરતી વહીવટીતંત્રના નિયમ મુજબ કરવામાં આવી નથી.

સામાન્ય રીતે ખાતાકીય ભરતીમાં વિભાગ મુજબ ઉમંર આધારિત પસંદગી કરવામાં આવે છે. કેટલાક વિભાગોમાં 45 વર્ષની ઉમર હોય તો નિમણૂંક કરાતી નથી. આ જ બાબત સાગઠીયાની ભરતીમાં લાગુ પડે છે કારણ કે સાગઠીયા 55 વર્ષના છે અને તેમની જે હોદ્દા પર નિમણૂંક કરવામાં આવી તેમાં 45 વર્ષનો નિયમ લાગુ પડે છે. આમ કહી શકાય કે 55 વર્ષના સાગઠીયાએ લાગવગના આધારે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે વહીવટીતંત્રના કેટલાક લોકો પણ આ કારસ્તાનમાં સામેલ છે અને સાગઠીયા સાથે મળી 10 કરોડનો વહીવટ કર્યો છે.

અગ્નિકાંડ મામલે હજુ પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ સંદર્ભે તપાસ કરતા પૂર્વ ટી.પી.ઓ. મનોજ સાગઠીયા, એ.ટી.પી. મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર ઓફિસર રોહિત વીગોરાની અટકાયત કરવામાં આવી હતી. TPO સાગઠીયાનું કનેકશન ભાજપના નેતાઓ સાથે હોવાની અફવાએ જોર પકડયું છે. કારણ કે વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે BJPના કેટલાક નેતાઓ TPO સાગઠીયા સાથે મુલાકાત કરી હતી. ભાજપના કેટલાક નેતાઓ પોલીસ કસ્ટડીમાં રહેલ TPO સાગઠીયાને મળવા પંહોચ્યા હતા. ભાજપના આ નેતાઓમાં રમેશ રૂપાપરા અને હિરેન ખીમાણીયાના નામની ચર્ચા થઈ રહી છે. આ નેતાઓ મનસુખ સાગઠીયાને કેમ મળ્યા તેને લઇ ચર્ચાએ જોર પકડયું છે.

TPOમાં સાગઠીયાને કાયમી કરવા તમામ નિયમો નેવે મુકાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. નોંધનીય છે કે 6 મહિના માટે સાગઠીયાને કાયમી કરવામાં આવ્યા હતા. સાગઠિયા ઉપરાંત કમિશનર અને પદાધિકારીઓની પણ આમાં સંડોવણી હોવાની શંકા છે. લાગે છે કે વહીવટંત્રમાં હવે નીચેથી ઉપર સુધી તમામ ભ્રષ્ટ લોકો જ કામ કરી રહ્યા છે. બધા ચોર હશે તો ફરિયાદ કોણ લેશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગર આંગણવાડી ખખડધજ, બાળકો ઉપર તોળાતું જોખમ

આ પણ વાંચો: ગુજરાત વરસાદ Live 3 july : ઘેડ પંથક જળબંબાકાર, ખેતરોમાં પાણી ભરાયા

આ પણ વાંચો: હળવદ તાલુકાના રાયસંગપર ગામમાં કૌટુંબીક ભાઈઓએ જ કરી યુવાનની હત્યા

આ પણ વાંચો:સોપારીના નામે માટી મોકલી પાંચ કરોડની ડ્યુટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ