Not Set/ બિહાર: ગિરિરાજસિંહે પૂરગ્રસ્ત વિસ્તારમાં SDOની રોડ વચ્ચે ઝાટકણી કાઢી…

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને બિહારના બેગુસરાયના કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ રવિવારે પૂરગ્રસ્ત બચવારા બ્લોકના ચમથા ડાયરા વિસ્તારની મુલાકાતે હતા. આ દરમિયાન, સબડિવિઝન ઓફિસર (એસડીઓ) વિરુદ્ધ ભેદભાવની ફરિયાદો મળતાં તેમણે વચ્ચે રોડ પર જ એસડીઓને ઠપકો આપ્યો હતો. લોકોની સમસ્યાઓ સાંભળતી વખતે તેમને સ્થાનિક વહીવટ અંગે ઘણી ફરિયાદો મળી. આ પછી, કેન્દ્રીય મંત્રી તેગડા બ્લોકના […]

Top Stories India
giriraj બિહાર: ગિરિરાજસિંહે પૂરગ્રસ્ત વિસ્તારમાં SDOની રોડ વચ્ચે ઝાટકણી કાઢી...

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને બિહારના બેગુસરાયના કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ રવિવારે પૂરગ્રસ્ત બચવારા બ્લોકના ચમથા ડાયરા વિસ્તારની મુલાકાતે હતા. આ દરમિયાન, સબડિવિઝન ઓફિસર (એસડીઓ) વિરુદ્ધ ભેદભાવની ફરિયાદો મળતાં તેમણે વચ્ચે રોડ પર જ એસડીઓને ઠપકો આપ્યો હતો.

લોકોની સમસ્યાઓ સાંભળતી વખતે તેમને સ્થાનિક વહીવટ અંગે ઘણી ફરિયાદો મળી. આ પછી, કેન્દ્રીય મંત્રી તેગડા બ્લોકના પૂરગ્રસ્ત વિસ્તાર્ની મુલાકાતે પહોચ્યા હતા. એસડીએઓ ડો.નિશાંત અને ડીએસપી આશિષ રંજન પણ અહીં પહોંચ્યા હતા. પરંતુ, ગિરિરાજને જોયા પછી પણ એસડીઓ તેમની કારમાંથી બહાર નીકળ્યા ન હતા. આ સમયે ગિરીરાજ વિફર્યા હતા. અને એસડીઓને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કર્યું હતું.

 

આ પછી પણ જ્યારે એસડીઓ કારમાંથી બહાર ન આવ્યા અને કારમાં બેસીને વાત કરવા માંગતા હતા ત્યારે ગિરીરાજસિંહ કાબૂમાંથી બહાર નીકળી ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં પ્રદેશના લોકોએ તમારા વિશે જે કહ્યું છે તે હું સહન કરીશ નહીં. ગિરિરાજે એસડીઓને કહ્યું, તમે સરકારી કર્મચારી છો અને તમારી નજરમાં આખી જનતા સમાન હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.