હિટ એન્ડ રન/ પ્રહલાદનગરમાં ખાનગી બસની ટક્કરે બાઈક ચાલક ઘાયલ

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. દિનપ્રતિ દિન અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે,

Ahmedabad Gujarat
A 239 પ્રહલાદનગરમાં ખાનગી બસની ટક્કરે બાઈક ચાલક ઘાયલ

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. દિનપ્રતિ દિન અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, બસ અને બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.આ ઘટના અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારની છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ રાહુલ ટાવરના ચાર રસ્તા પાસે એક ખાનગી બસ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ બસ સ્ટાફના પિક અફ ડ્રોપ માટે ઉપયોગમાં લેવાઈ રહી હતી. વહેલી સવારે આ રસ્તા પરથી પતિ પત્ની સહિત અન્ય જણ એક બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્પીડમા હંકારી રહેલા ખાનગી બસના ડ્રાઈવેર બાઈકને અડફેટે લઈને તેને ધસેડ્યો હતો. જેથી બાઈક ચલાવનાર શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાથે જ મહિલા પણ અકસ્માતમાં ઘવાઈ હતી.

આ પણ વાંચો :જાણો, કોરોનાથી બચવા માટે ક્યાં બનાવવામાં આવ્યું ‘કોરોના દેવી’ મંદિર

જે બાદ 108 ને ફોન કરી બોલાવવામાં આવી હતી તેઓને 108માં સારવાર દ્વારા હોસ્પિટલ લઈ જવાયો હતો. એક પ્રત્યક્ષદર્શીના કહ્યા મુજબ, ખાનગી બસ ઓવર સ્પીડમાં હતી અને ચાર રસ્તાથી બાઇકને અડફેટે લઇને ગાડીએ ધસેડ્યો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, આ ખાનગી બસ કયા કંપનીની તે હજી જાણવા મળ્યુ નથી. અકસ્માત બાદ બસનો ચાલક અને તેમાં સવાર ચારથી પાંચ જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો :ચંદ્ર 50 હજાર ફોટો ક્લિક કરી વિશ્વભરમાં પ્રખ્યાત થયો આ છોકરો, જુઓ અદ્ભુત નજરો

આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસની એન્ટ્રી, પટનામાં નોંધાયા 4 કેસ, જાણો કોના માટે વધુ ખતરનાક

majboor str 14 પ્રહલાદનગરમાં ખાનગી બસની ટક્કરે બાઈક ચાલક ઘાયલ