કોરોનાનાં કપરા કાળ વચ્ચે દેશ સહિત ગુજરાતમાં એક બીજી મહામરીએ દેખા દીઘા અને તમામનાં જીવ તાડવે ચોંટી ગયા. સરકાર દ્વારા બર્ડ ફ્લુ નામની આ નવી આવી પડેલી મહામરી ફટાફટ સામે લડતનાં ભાગ રુપે ફટાફટ આદેશો છોડવામાં આવ્યો. જો કે, દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા આ રોગનાં કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓ મોતને ભેટ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
Election / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું થયું એલાન, જાણીલો ક્યારે છે ચૂંટણી
ગુજરાતમાં પણ અનેક જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો જોવામાં આવી રહ્યો છે અને અનેક જીલ્લામાં બર્ડ ફ્લુ પ્રવેશી પણ ચૂક્યો છે. ત્યાં ગુજરાતનાં વધુ એક જીલ્લામાં બર્ડ ફ્લુ પ્રવેશ્યો હોવાનાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે.
Kutch: મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે PI સહિત 6 સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભડાટ
રાજ્યાનાં ગીર સોમનાથ જીલ્લામાં બર્ડ ફલની પુષ્ટિ થઇ છે. જીલ્લાનાં ઉના તાલુકાના ચિખલી ગામમાં બર્ડ ફલૂની પુષ્ટિ તંત્ર દ્વારા આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. ચિખલી ગામે મરઘીનાં સેમ્પલમાં બર્ડ ફ્લુ પોઝિટિવ આવ્યો હોવાની તંત્ર દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે.
OMG! / કુદરતના ખોળે: હોલો – એટલું નાજુક દેખાય અને સુંદર કે લોકો બ્રાન્ડ નું નામ રાખે
બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં જિલ્લામાં દોડધામ શરુ થઇ જવા પામી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયુ છે. આપને જણાવી દઇએ કે, ગીર સોમનાથ જીલ્લાનાં ઉના તાલુકાનાં ચિખલી ગામમાં 13 દિવસ અગાઉ 18 મરઘીના મોત થયા હતા.
જુઓ આ વીડિયો અહેવાલ પણ – Gir Somnath જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ | Bird Flu
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…