Paresh Dhanani/ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપની ફરિયાદ

રાજકોટમાં કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે પરેશ ધાનાણી સામે ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો છે. પરેશ ધાનાણી વાંકાનેરની દરગાહમાં કોંગ્રેસનો ખેસ પહેરીને ગયા હતા.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 04 21T111558.760 રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપની ફરિયાદ

રાજકોટઃ રાજકોટમાં કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપે પરેશ ધાનાણી સામે ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો છે. પરેશ ધાનાણી વાંકાનેરની દરગાહમાં કોંગ્રેસનો ખેસ પહેરીને ગયા હતા. તેમનો આ રીતે દરગાહમાં કોંગ્રેસના ખેસ પહેરીને જવાનો વિડીયો વાઇરલ થયો છે. આ વાઇરલ વિડીયોના આધારે ભાજપે આ આરોપ કર્યો છે. આ મુદ્દે ભાજપે ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે.

ચૂંટણીપંચ બંને પક્ષોને સાંભળશે. તે વિડીયોની યથાર્થતાની ચકાસણી કરશે. તેના પછી આ ફરિયાદ મુજબ નિર્ણય કરશે. આ અંગેની ચૂટણીપંચની આચારસંહિતા જોઈએ તો ચૂંટણીપંચ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવશે. ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. પરેશ ધાનાણી વાંકાનેરની દરગાહમાં વાંકાનેરમાં દરગાહમાં કોંગ્રેસનો ખેસ પહેરીને ગયા તા. દરગાહમાં પ્રચારનો વિડીયો વાઇરલ થયો છે. ભાજપે ચૂંટણીપંચને પણ રજૂઆત કરી છે.

ચૂંટણીપંચ મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીનું આયોજન થાય ત્યારે આચારસંહિતા અમલમાં મૂકે છે. ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાનું મુક્ત અને ન્યાયી રીતે પાલન કરવાનું હોય છે. તેના હેઠળ કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે. તેનું સંલગ્ન રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું હોય છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે છે. તે ચૂંટણીના સમાપન સુધી ચાલુ રહે છે. આમ હવે બોલ ચૂંટણીપંચની કોર્ટમાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

આ પણ વાંચો:‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’

આ પણ વાંચોઃ ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્