રાજકીય/ ભાજપ મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધશે, ચૂંટણી પહેલા જનતાને આકર્ષવાનો પ્રયાસ

ઘરે ઘરે જઈને પોષણ ક્ષમ આહાર અંગે માહિતી આપશે સાથે જ બીજેપી ડોકટર સેલ દ્વારા 0 થી 5 વર્ષના બાળક માટે તો 6 થી 18 વર્ષમાં બાળક માટે અલગ અલગ આહાર તૈયાર કરશે

Top Stories Gujarat Others
BJP, direct contact, women, trying ,attract ,masses ,before the elections, pp

પ્રદેશ બીજેપી તમામ વર્ગને ચૂંટણી પહેલા જ પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે. મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધવા માટે બીજેપી સુપોષણ અભિયાન ચલાવશે. જે અંતર્ગત ઘરે ઘરે જઈને બાળકોને પોષિત આહાર આપશે અને સમજણ પણ આપશે. ફેબ્રુઆરી માસથી આ અભિયાન ને શરૂ કરવામાં આવશે.  પ્રથમ ત્રણ માસમાં જ આ અભિયાનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

  • બીજેપી સુપોષણ અભિયાન ચલાવશે
  • ફેબ્રુઆરી માસથી અભિયાન ની શરૂઆત
  • ત્રણ માસમાં અભિયાન પૂર્ણ કરવાનો ટાર્ગેટ

પ્રદેશ બીજેપી તમામ વર્ગને ચૂંટણી પહેલા જ પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે. મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધવા માટે બીજેપી સુપોષણ અભિયાન ચલાવશે.  જે અંતર્ગત ઘરે-ઘરે જઈને બાળકોને પોષિત આહાર આપશે અને સમજણ પણ આપશે.થોડા દિવસ અગાઉ પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં નેતાઓને કહ્યું હતું કે વધતા કુપોષણ અંગે કામગીરી કરવી જોઈએ. જે બાદ આ પ્રદેશ બીજેપી એ સુપોષણ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. સી આર પાટીલે થોડા દિવસ અગાઉ ડોકટર સેલ મહિલા મોરચો અને યુવા મોરચાની સંયુક્ત બેઠક યોજી હતી. અને આ અભિયાન ચલાવવા અંગે ચર્ચા કરી હતી.  ફેબ્રુઆરી માસમાં જ આ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અભિયાનની જવાબદારી પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે. આગામી સમયમાં સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી અને મંડળ સ્તરે કામગીરી થાય તેના માટે આયોજન કરવામાં આવશે. સરકાર માંથી કુપોષણના ડેટા મંગાવી ક્યાં વિસ્તારમાં સૌથી વધારે બાળકો કુપોષિત છે તે મુજબ આયોજન કરવામાં આવશે. જેમાં યુવા મોરચો અને મહિલા મોરચો જમીની સ્તરે કામગીરી કરશે. અને ઘરે ઘરે જઈને પોષણ ક્ષમ આહાર અંગે માહિતી આપશે સાથે જ બીજેપી ડોકટર સેલ દ્વારા 0 થી 5 વર્ષના બાળક માટે તો 6 થી 18 વર્ષમાં બાળક માટે અલગ અલગ આહાર તૈયાર કરશે અને ગર્ભવતી મહિલા માટે પણ અલગ આહાર તૈયાર કરી જે તે વ્યક્તિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અભિયાન માટે જિલ્લા સ્તરની બેઠક કમલમ ખાતે યોજવામાં આવશે અને પોતાના વિસ્તારમાં અભિયાન શરૂ કરવા કહેવામાં આવશે.  પ્રથમ ત્રણ માસમાં આ અભિયાન પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવશે. અને ત્યાર બાદ જરૂરિયાત મુજબ અભિયાન શરૂ રાખવામાં આવશે.

રાજકોટ / MLAની ફરિયાદ નવી નથી, રાજકોટ CP વિરુધ્ધ કમિશનબાજીના છે ગંભીર આક્ષેપો : હર્ષ સંઘવી

વિવાદ / કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સપડાયા વધુ એક વિવાદમાં, AMCએ આપી નોટિસ

વિવાદિત નિવેદન / ધારાસભ્ય છુ ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ