Not Set/ ગુજરાતના કેવડીયા ખાતે ભાજપની કારોબારી બેઠક પૂર્ણ

ગુજરાતમાં ભાજપની 3 દિવસ ચાલેલી કારોબારી બેઠક આજે પરિપૂર્ણ થઇ હતી ,આ બેઠકમાં ભાજપે અનેક એજન્ડા પર ચર્ચા કરી હતી

Top Stories
કારોબારી

ગુજરાતમાં ભાજપની 3 દિવસ ચાલેલી કારોબારી બેઠક આજે પરિપૂર્ણ થઇ હતી ,આ બેઠકમાં ભાજપે અનેક એજન્ડા પર ચર્ચા કરી હતી અને તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી ,આ બેઠકમાં તમામ ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તમામને  સારી  કામગીરી  કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે એક પ્રેસ ઓકોન્ફરન્સ કરી હતી.

ભાજપની કારોબારી બેઠકમાં પીએમએ કરેલા કામો અંગે નોંધ લેવામાં  આવી હતી અને તેમની યોજના લોકો સુધી પહોચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ,વડાપ્રધાનને અભિનંધન પાઠવતો એક ઠરાવ પણ પારિત કરવામાં આવ્યો હતો ,આ ઉપરાંત મહત્વની બાબત એ હતી કે ભાજપની પ્રદેશ કાર્યવાહી પેપરલેશ કરવામાં આવી છે હવે દરેક સૂચના પાર્ટી તરફથી ડિજીટલમાં મોકલવામાં આવશે ,આ ઉપરાંત રાજ્યમાં 10 હજાર ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવશે ,આ યોજના રાજ્ય અને કેન્દ્રના સંયુકત પ્રયાસ હેઠળ અમલી બનાવવામાં આવી છે .

ભાજપની આ બેઠકમાં સંઘ અને પાર્ટીના ઇતિહાસની પણ ઝાંખી રજૂ કરવામાં આવી હતી ,આ ઉપરાંત રાજ્યસભામાં ભાજપના નેતાઓએ કરેલા ભાષણના અંશો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.આઇટી ટીમ આ પ્રોજેકટ પર કામ કરી રહી છે. આગામી વર્ષમાં ચૂંટણી હોવાથી દરેક જિલ્લાના પ્રમુખ અને ઝોનના પદના પ્રમુખ પ્રવાસ કરશે ,જ્યાં જરૂર હશે ત્યાં પ્રવાસ કરવામાં આવશે્.

IT વિભાગના દરોડા / ગુજરાતમાં ઇન્કમટેક્સ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન

તાલિબાની સત્તા / તાલિબાન કાલે શુક્રવારની નમાઝ બાદ નવી સરકારની જાહેરાત કરશે,જાણો કોણ હશે સુપ્રીમ લીડર

સ્પષ્ટતા / વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી સરકારનો ઉદ્દેશ માત્ર એટલો કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ સામે ન થાય

fake news / સુપ્રીમ કોર્ટે વેબ પોર્ટલ અને યુટયુબ પર ફેલાતા ફેંક ન્યુઝ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ