Election/ પક્ષાંતરની ઉંધી ગંગા, ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં….

પક્ષાંતરની ઉંધી ગંગા, ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં….

Gujarat Others
tank 21 પક્ષાંતરની ઉંધી ગંગા, ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં....

મહાનગરપાલિકા બાદ ભાજપે હવે નગરપાલિકા અને પંચાયતો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે આ યાદી જાહેર થતાં જ કેસરિયા પક્ષમાં કકળાટ અને કજિયાએ ઘર કરી લીધું છે. આવું થવું પણ સ્વાભાવિક છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં જ તે માટેના નિયમો જાહેર કર્યાં હતાં. અને આ નિયમો અનુસાર ઘણા જુના જોગીઓને ટીકીટ નથી મળી. ટીકીટ નહિ મળતા આ જુના જોગી હવે નારાજ થયા છે. અને કોંગ્રેસ કે આપ ના સહારે જઈ રહ્યા છે. અથવા અપક્ષ ઉમેદવારી નોધાવી રહ્યા છે. ગુજરાત માં જુદાજુદા સ્થળે ટીકીટ નહિ મળતા નેતા કોંગ્રેસમાં જોડાયા હોય તેવો ઘાટ  પણ સર્જાયો છે. તો કયાંક સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા નહિ બોલી શકતા નેતાઓની આંખમાં જળજળીયાપણ આવી ગયા હતા.

ખાંભા  

ભાજપ ખાંભા તાલુકાના મંત્રી જશુભાઈ મોભ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા. છેલ્લા 18 વર્ષ જેટલા લાંબા ગળાથી ભાજપ સંગઠન માં જોડાયેલા હતા. પરંતુ ભાજપે તાલુકા  પંચાયતની ટીકીટ નહિ આપતા રિસાયેલા જશુભાઈ મોભ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે પીપળવા તા. પંની ટિકિટ માંગી હતી. ભાજપે નહિ આપતા બળવો કર્યોછે અને ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી કોંગ્રેસમાં તેમનું સ્વાગત કર્યું છે.

બારડોલી

બારડોલીના ભાજપના કદાવર નેતા રાજેશભાઇ કાયસ્થ ઉર્ફે મુન્નાભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. નગર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુકેલા અને ત્રણ ટર્મ કારોબારી ચેરમેન તરીકે કાર્યરત કાયસ્થ ણે આ ચૂંટણીમાં ટીકીટ નહિ મળતા કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાવાલાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

મહેસાણા

મહેસાણા ભાજપમાં ટિકિટ જાહેર થતા જ વિરોધજોવા મળ્યો હતો. મહેસાણા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ યાદી જાહેર થતા જ રડી પડ્યા હતા. પૂર્વ શહેર પ્રમુખ કૌશિક ભાઈ વ્યાસ મહેસાણા જીલ્લાની યાદી જોતા આંખમાં આંસુ આવી ગયા હતા.  ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા પાયાના કાર્યકરોની જ બાદબાકી કરવામાં આવી હતી. અને આયાતી ઉમેદવારોને ટીકીટ ફાળવણી કરવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા આયાતી ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના પાયાના કાર્યકરોની ટિકિટ કપાતા પૂર્વ શહેર પ્રમુખ રડી પડ્યા હતા.

વેરાવળ

વેરાવળ ભાજપમાં ટિકિટ મુદ્દે ઘમાસણ સર્જાયું છે. રાત્રે 3 વાગ્યા સુધી યાદી જાહેર કરવામાં આવી નાં હતી. અને જાહેર કરાઈ તો તે પણ અધુરી હતી. પાલિકાના 11 વોર્ડ પૈકી 9 વોર્ડની જ પેનલો જાહેર કરવામાં આવી હતી. વોર્ડ નંબર 5 અને 6માં ભાજપે ઉમેદવારી ટાળી છે. વોર્ડ નંબર 9માં પેનલના એક ઉમેદવાર પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.

Political / કજિયા-કકળાટને કમળ ! મોટા ઉપાડે નિયમો જાહેર થયા પણ, નિયમો નેવે મુકાયાના સંખ્યાબંધ આરોપ

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

Election / ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…