નિધન/ ચોટીલાના ભાજપ આગેવાનનું રહસ્યય નિધન,આર્થિક લેતીદેતી મામલે આત્મઘાતી પગલું ભર્યાની ચર્ચા

ભાજપ તરફી ધારાસભ્યની ચૂંટણી 2017માં લડી કોંગ્રેસના રૂત્વીજભાઇ મકવાણા સામેં પરાજિત થયેલા જીણાભાઈ ડેરવાડિયાનું નિધન થતા ચોટીલા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. ગુજરાતનાં પાટનગર

Top Stories Gujarat
chotila bjp death ચોટીલાના ભાજપ આગેવાનનું રહસ્યય નિધન,આર્થિક લેતીદેતી મામલે આત્મઘાતી પગલું ભર્યાની ચર્ચા

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

ભાજપ તરફી ધારાસભ્યની ચૂંટણી 2017માં લડી કોંગ્રેસના રૂત્વીજભાઇ મકવાણા સામેં પરાજિત થયેલા જીણાભાઈ ડેરવાડિયાનું નિધન થતા ચોટીલા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. ગુજરાતનાં પાટનગર ગાંધીનગર ખાતે નિધન થયાનું સામે આવ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર ચંદ્રાલ ચોકડી નજીક એક હોટલમાં રહેતા હતા હોવાની ચર્ચાઓની સાથે આર્થિક લેતીદેતીના મામલે આત્મઘાતી પગલું ભર્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

chotila bjp death 2 ચોટીલાના ભાજપ આગેવાનનું રહસ્યય નિધન,આર્થિક લેતીદેતી મામલે આત્મઘાતી પગલું ભર્યાની ચર્ચા

તેઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ખુબ નજીક હોવાનું માનવામાં આવે છે. અને મંત્રી કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં એમનો સિંહફાળો હોવાનું ચોટીલા પથંકમાં ચર્ચાઇ રહ્યું છે. તેઓ ભાજપના કાર્યકર્તા હોવાની સાથે 2017માં સીધી વિધાનસભાની ચૂંટણી લડી હાલના ધારાસભ્ય રૂત્વીજ મકવાણા સામે ચૂંટણી હાર્યા હતા.

ચોટીલાના લાકચોકયા ગામનાં કોળી સમાજનાં આગેવાન તેમજ ભાજપ નેતા ઝીણાભાઈ ડેરવાળીયાનું ગાંધીનગર ખાતે રહસ્યમય મોત..!

ઝીણાભાઈ ગત વિધાનસભામાં ભાજપ ની ટીકીટ મેળવી ને ચુંટણી પણ લડ્યા હતા અને ચુંટણી માં તેવો હાર્યા હતાં. ડેરવાળીયાનુ ગાંધીનગર ખાતે મોતનુ કારણ કોઈ અધિકારી સાથે આર્થીક લેતીદેતીનો મામલો હોવાની પણ ચર્ચા..! ચોટીલા પંથકનાં વતની ઝીણાભાઈ ઘણા સમયથી ગાંધીનગર ખાતે વધું રહેતા હતા. ડેરવાળીયા ના મોતનાં સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાતા ચોટીલા પંથક શોક મહી બન્યો.

sago str ચોટીલાના ભાજપ આગેવાનનું રહસ્યય નિધન,આર્થિક લેતીદેતી મામલે આત્મઘાતી પગલું ભર્યાની ચર્ચા