Election Result/ ભાજપ ફરી એકવાર ભગવાે લહેરાવવાની તૈયારીમાં,50 બેઠકો પર આગળ

અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી શરૂ થઈ છે. શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી છે.તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે

Gujarat Gujarat Assembly Election 2022
4 12 ભાજપ ફરી એકવાર ભગવાે લહેરાવવાની તૈયારીમાં,50 બેઠકો પર આગળ

અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી શરૂ થઈ છે. શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી છે.તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે.ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ઉમટ્યા છે.મત ગણતરી કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા મતગણતરી બહારના રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.ભાજપ 50 બેઠકો પર આગળ વધી રહી છે.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.