UP-Rape/ યુપીમાં દુધઈ સીટના ભાજપના એમએલએને બળાત્કારના કેસમાં 25 વર્ષની સજા અને દસ લાખનો દંડ

ઉત્તર પ્રદેશના સોનભદ્રની દૂધઈ સીટના ભાજપના ધારાસભ્ય રામ દુલારે ગૌર પર બળાત્કારનો આરોપમાં આઠ વર્ષની સુનાવણી બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપી ધારાસભ્યને 25 વર્ષની કેદની સજા ફટકારી છે.

Top Stories India
YouTube Thumbnail 73 યુપીમાં દુધઈ સીટના ભાજપના એમએલએને બળાત્કારના કેસમાં 25 વર્ષની સજા અને દસ લાખનો દંડ

લખનઉઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રની દૂધઈ સીટના ભાજપના ધારાસભ્ય રામ દુલારે ગૌર પર બળાત્કારનો આરોપમાં આઠ વર્ષની સુનાવણી બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપી ધારાસભ્યને 25 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે ધારાસભ્ય પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દંડની રકમ પીડિત પરિવારને આપવામાં આવશે.

2014માં તેમણે 15 વર્ષની સગીરા પર બળાત્કાર કર્યો હતો. તે કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. તેઓ 2022માં પહેલી વખત દુધઈ સીટ પર વિધાનસભ્ય બન્યા હતા. તેઓ આ કેસમાં જામીન પર બહાર હતા. આ ચુકાદાના પગલે ગોંડ હવે સુપ્રીમ કોર્ટના 2013ના આદેશ અને ગાઇડલાઇન મુજબ આપમેળે વિધાનસભ્યપદ ગુમાવશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈપણ એમપી કે એમએલએને બે વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થાય તો તે આપમેળે તેનું વિધાનસભ્યપદ કે સાંસદ પદ ગુમાવે છે.

પીડિતના વકીલ વિકાસ શક્યએ જણાવ્યું હતું કે આરોપી સામે પોક્સો ઉપરાંત બળાત્કારની જોગવાઈ 376 અને ભારતીય દંડસંહિતા હેઠળ ધમકીની જોગવાઈ 506 હેઠળ કેસ નોંધાયો છે. આ ચુકાદો ફરિયાદી પક્ષના આઠ અને બચાવ પક્ષના ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યા પછી નોંધાયો છે.

પીડિતના ભાઈએ જણાવ્યું હતું કે તેને આશા હતી કે કોર્ટ તેને કમસેકમ 20 વર્ષની સજા ફટકારશે. આરોપીએ વિધાનસભ્ય બન્યા પછી તેમને વારંવાર હેરાન કર્યા છે અને ધમકી આપી છે. આરોપીએ ચાર નવેમ્બર 2014ના રોજ સગીરા પર બળાત્કાર કર્યો હતો, ગોંડની પત્ની તે સમયે ગ્રામ પ્રધાન હતી. પીડિતા ઘરે આવી અને તેણે તેની માતા અને ભાઈને આ ઘટનાની જાણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ રાજકારણી તેને મહિનાઓથી ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજારતો હતો. આમ તેણે તેના પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના ભાઈની ફરિયાદના આધારે મ્યોરપુર પોલીસે ગોંડ સામે કેસ નોંધ્યો હતો.

ટ્રાયલ દરમિયાન ફરિયાદીએ જણાવ્યું હતું કે સગીરાનો જન્મ 1998માં થયો હતો, જ્યારે વિધાનસભ્યએ રજૂ કરેલા દસ્તાવેજોમાં તેનો જન્મ 1994માં થયેલો બતાવાયો હોવાનું જણાવાયું હતું, જેથી તેના પર પોક્સો લાગું ન પડે, એમ સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર સત્યપ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

ટ્રાયલ દરમિયાન તેનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે યુવતીના લગ્ન થઈ ગયા હતા. તે હાલમાં કુટુંબ સાથે રહે છે. આરોપી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા પછી તેનો કેસ પોક્સો કોર્ટમાંથી એમપી-એમએલએ કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ