Not Set/ યુપી ગેંગરેપ કેસ:ભાજપના ધારાસભ્યના ભાઇની ધરપકડ કરાઇ

લખનઉ યુપીના ઉન્નાવ ગેંગરેપ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે આજે વહેલી સવારે ભાજપના ધારાસભ્યના ભાઈ અતુલસિંહ સેંગરની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં લખનઉ ક્રાઈમ બ્રાંચે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાઈ ઉપરાંત અન્ય ચાર ઓરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સામે યુવતી સાથે ગેંગરેપનો ઓક્ષેપ અને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવેલા […]

Top Stories
unnao victim યુપી ગેંગરેપ કેસ:ભાજપના ધારાસભ્યના ભાઇની ધરપકડ કરાઇ

લખનઉ

યુપીના ઉન્નાવ ગેંગરેપ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે આજે વહેલી સવારે ભાજપના ધારાસભ્યના ભાઈ અતુલસિંહ સેંગરની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં લખનઉ ક્રાઈમ બ્રાંચે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાઈ ઉપરાંત અન્ય ચાર ઓરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સામે યુવતી સાથે ગેંગરેપનો ઓક્ષેપ અને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવેલા પીડિતાના પિતાના પોલીસ કસ્ટડીમાં મોત બાદ યોગી સરકાર ચારેય બાજુથી ઘેરાયેલી છે. વિપક્ષના આક્ષેપો વચ્ચે સરકારે આખરે ધારાસભ્યના ભાઈની ધરપકડ કરી લીધી છે.

આ મુદ્દે મુખ્યમંત્રી આદિત્યનાથે આરોપી ધારાસભ્ય સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ જણાવ્યુ હતું કે સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. જે કોઈપણ આરોપી હશે તે છુટી શકશે નહીં.

કુલદીપસિંગ સેંગર ઉન્નાવ જિલ્લાની બાંગરમૌ વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય છે.

તાજેતરમાં મીડિયા સમક્ષ પીડિત યુવતિએ પણ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. યુવતિએ જણાવ્યુ હતું કે ધારાસભ્ય અને તેના ભાઈએ મળી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. ધારાસભ્યોના ગુંડાઓએ આવીને મારા અને મારા પરિવાર સાથે મારામારી કરી હતી. પીડિતા મુખ્યમંત્રી આવસે પોતાની માતા, દાદી, ચાર બહેનો અને માસુમ ભાઈ સાથે પહોંચી હતી. તેમણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. પીડિતાનો આરોપ હતો કે પોલીસ સમક્ષ ફરીયાદ કરવા છતાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી. ન્યાય ન મળતા તે આત્મહત્યા કરવા માટે મજબુર બની છે.

મહત્વનુ છે કે સોમવારે યુવતિના પિતાનુ જેલમાં મોત થયુ હતું. ત્યારબાદ આ મામલે વિવાદ વધુ વકર્યો છે. યુવતિના નિવેદન મુજબ કેસ પરત લેવાનો ઈન્કાર કરાતા પાંચ દિવસ પહેલા ધારાસભ્યના ભાઈ અને તેમના ગુંડાઓએ તેના પિતાને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ સાથે સાંઠ ગાંઠ કરી યુવતિના પિતાને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવાયા હતા.