Not Set/ CM રૂપાણીના નિવાસ્થાને સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, આ બેઠકોના પેટા ચૂંટણીના મુરતિયાઓ પણ લાગશે આખરી મહોર

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 બોર્ડની 44 બેઠકો માટે અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવાની છે.જ્યારે મુખ્યમંત્રી રૂપાણી ના બંગલા એ સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા

Gujarat
bjp2 3 CM રૂપાણીના નિવાસ્થાને સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, આ બેઠકોના પેટા ચૂંટણીના મુરતિયાઓ પણ લાગશે આખરી મહોર

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 બોર્ડની 44 બેઠકો માટે અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવાની છે.જ્યારે મુખ્યમંત્રી રૂપાણી ના બંગલા એ સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ચર્ચા-વિચારણા બાદ તુરત જ આ નામ ઉપર આખરી મહોર લાગી જશે.રાજય ચૂંટણી પંચ દ્વારા આગામી 18મી એપ્રીલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળવા અને દાવેદારી સ્વીકારવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમા ગાંધીનગર મહાનગરપાલિકાની 18 વોર્ડની 44 બેઠકો માટે 440 દાવેદારોએ ઈચ્છા વ્યકત કરી હતી.આજે મુખ્યમંત્રી રૂપાણીના ઘરે બેઠક યોજાવા જઇ રહી છે જેમાં આ નામો પર આખરી મહોર લાગશે.તેમજહોળાષ્ટક ઉતરતાની સાથે જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.

bjp 1 CM રૂપાણીના નિવાસ્થાને સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, આ બેઠકોના પેટા ચૂંટણીના મુરતિયાઓ પણ લાગશે આખરી મહોર

રાજયની 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઐતિહાસીક સફળતા મળ્યા બાદ હવે ભાજપ ગાંધીનગર મહાપાલિકા ફતેહ કરવા માટેની પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ગાંધીનગરનાં 11 વોર્ડની 44 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે આજે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર સ્થિત સરકારી નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. 44 બેઠકો માટે 440 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરિક્ષકો સમક્ષ રજૂ કરી છે. પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો દ્વારા ત્રણ-ત્રણ નામોની પેનલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. હોળાષ્ટક ઉતરતાની સાથે જ ભાજપ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેશે.

Desperate to win Adilabad, BJP leaves no stone unturned

એ બાબત ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી અને ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની જોડીએ ભાજપને ઐતિહાસીક જીત અપાવી હતી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે કેટલાક નિયમો નકકી કર્યા હતા. શરૂઆતમાં આ નિયમો થોડા આકરાલાગતા હતા પરંતુ ત્યારબાદ કાર્યકરો અને પ્રજાજનોએ આ નિર્ણયોએ વધાવી લીધા હતા. અને ભાજપની જાજરમાન જીત થઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…