મતગણતરી/ ભાજપનાં ગઢ ખાડિયામાં ભાજપની ભવ્ય જીત, રસાકસી બાદ કોંગ્રેસની કારમી હાર

અમદાવાદનું હાર્દ ગણાતા ખાડિયા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે.ખાડિયા અને જમાલપુર બેઠક પર આ બેઠકમાં આ વખતે શરૂઆતથી રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો.

Ahmedabad Gujarat
a 323 ભાજપનાં ગઢ ખાડિયામાં ભાજપની ભવ્ય જીત, રસાકસી બાદ કોંગ્રેસની કારમી હાર

@કામેશ.ચોકસી – મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ

અમદાવાદનું હાર્દ ગણાતા ખાડિયા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે.ખાડિયા અને જમાલપુર બેઠક પર આ બેઠકમાં આ વખતે શરૂઆતથી રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો.એકબાજુ પ્રચંડ પ્રચાર અને ભાજપ અને કોંગ્રેસનાં પ્રચાર બાદ બંને પક્ષોએ જીતનાં દાવા કર્યા હતા.ચૂંટણી બાદ જયારે ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ ત્યારે ભારે રસાકસી જોવા મળી હતી.

ખાડિયા બેઠક પરથી અશોક ભટ્ટનાં પુત્ર ભૂષણ ભટ્ટે ભાજપને જીતાડવા પરંપરા ચાલુ રાખી હતી.આ વખતની ચૂંટણીમાં ભાજપનાં ચાર ઉમેદવારો જીત્યા હતા.ભાજપનાં ઉમેદવાર ઉમંગ ભટ્ટથી માંડી પંકજ ભટ્ટને અંદાજીત 19 થી 21 હજાર મતની સરસાઇ મળી હતી જેને લઇને છેલ્લી ઘડી એ ભાજપ જીત્યું હતું.

ખાડિયામાં જનસંઘથી માંડી ભાજપમાં દિગ્ગજ નેતા સ્વ.અશોક ભટ્ટનાં બા પૂ.શારદા બાએ લોકહિતમાં કામગીરી કરી હતી બાદમાં અશોક ભટ્ટનાં સત્તા પર આવ્યા બાદ ખાડિયા બેઠક પર વિકાસકાર્યો કરાયા.બાદમાં ભૂષણ ભટ્ટ- મયુર દવેએ પણ વિકાસકાર્યોને વાચા આપી. જો કે હવે જોવાનું એ રહે છે કે આજનાં સમયમાં મૂળભૂત પ્રશ્નો ટ્રાફિકની સમસ્યા,બાળકો માટે કોમ્પ્યુટર કલાસીસ,અદ્યતન શાળા અને રસ્તાઓનું નવીનીકરણ મુખ્ય સમસ્યા છે. આ ઉપરાંત માણેકચોક વિસ્તારમાં સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા હલ કરવી તે નવા ચૂંટાયેલા નેતા માટે અગ્રસ્થાને બની રહેશે.

a 321 ભાજપનાં ગઢ ખાડિયામાં ભાજપની ભવ્ય જીત, રસાકસી બાદ કોંગ્રેસની કારમી હાર

ભાજપનો જાદુ ચાલી ગયો

ખાડિયા બેઠક પરથી અશોક ભટ્ટનાં પુત્ર ભૂષણ ભટ્ટે ભાજપને જીતાડવા પરંપરા ચાલુ રાખી હતી.આ વખતની ચૂંટણીમાં ભાજપનાં ચાર ઉમેદવારો જીત્યા હતા.ભાજપનાં ઉમેદવાર ઉમંગ ભટ્ટથી માંડી પંકજ ભટ્ટને અંદાજીત 10 થી 12 હજાર મતની સરસાઇ મળી હતી જેને લઇને છેલ્લી ઘડી એ ભાજપ જીત્યું હતું.

કોંગ્રેસને નડી ગયું AIMIM

ખાડિયા બેઠક પર મનપાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનાં યુવા ઉમેદવાર દેવર્ષિ શાહ,બિરજુબેન સહિત યુવા ઉમેદવારોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.છેલ્લી ઘડી સુધી પ્રચાર પ્રસાર કરાયો હતો. જો કે કોંગ્રેસનાં મતબેંકનાં સમીકરણની વાત કરીએ તો ખાડિયા બેઠક પર AIMIM પક્ષે ઝંપલાવતા કોંગ્રેસની વોટબેંકને કયાંય મોટું નુકસાન સાબિત થયું હતું.

a 322 ભાજપનાં ગઢ ખાડિયામાં ભાજપની ભવ્ય જીત, રસાકસી બાદ કોંગ્રેસની કારમી હાર

ખાડિયાનાં મૂળભુત પ્રશ્નો કયારે ઉકેલાશે?

ખાડિયામાં જનસંઘથી માંડી ભાજપમાં દિગ્ગજ નેતા સ્વ.અશોક ભટ્ટનાં બા પૂ.શારદા બાએ લોકહિતમાં કામગીરી કરી હતી બાદમાં અશોક ભટ્ટનાં સત્તા પર આવ્યા બાદ ખાડિયા બેઠક પર વિકાસકાર્યો કરાયા.બાદમાં ભૂષણ ભટ્ટ- મયુર ભટ્ટે પણ વિકાસકાર્યોને વાચા આપી. જો કે હવે જોવાનું એ રહે છે કે આજનાં સમયમાં મૂળભૂત પ્રશ્નો ટ્રાફિકની સમસ્યા,બાળકો માટે કોમ્પ્યુટર કલાસીસ,અદ્યતન શાળા અને રસ્તાઓનું નવીનીકરણ મુખ્ય સમસ્યા છે. આ ઉપરાંત માણેકચોક વિસ્તારમાં સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા હલ કરવી તે નવા ચૂંટાયેલા નેતા માટે એક ચેલેન્જ બની રહેશે.