Not Set/ મ્યુકરમાઇકોસિસની સારવારનાં ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાઇ

ઝાલાવાડમાં કોરોના કેસ ઘટતા લોકોમાં થોડી રાહત થઈ હતી. પરંતુ સામે મ્યુકરમાઈકોસિસનાં કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે.

Gujarat Others
1 426 મ્યુકરમાઇકોસિસની સારવારનાં ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાઇ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં કોરોના કેસ ઘટતા લોકોમાં થોડી રાહત થઈ હતી. પરંતુ સામે મ્યુકરમાઈકોસિસનાં કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ રોગને કાબુમાં લેવા દર્દીને આપવામાં આવતા ઇન્જેક્શનનો કાળો કારોબાર કાળાબજારી શહેર એ. ડીવીઝન પોલીસે ઝડપી બે આરોપીઓને વીસ ઇન્જેક્શન સાથે ઝડપી પુછપરછ હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ વધુ આરોપીઓનું નેટવર્ક ખુલે તેવી પોલીસને આશા છે.

1 427 મ્યુકરમાઇકોસિસની સારવારનાં ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાઇ

રાજકારણ / આખરે સત્તાવાર રીતે પાર્ટીનો ખેસ પહેરી ઈશુદાન ગઢવી AAP સાથે જોડાયા

સુરેન્દ્રનગર જીલ્લામાં વર્તમાન સમયે મ્યુકરમાઈકોસિસનાં કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે LOPOSOMAL AMPHOTERICIN-B ઇન્જેક્શન ખુબ જ મહત્વનાં હોય છે. પરંતુ દર્દીઓમાં આ ઇન્જેક્શનની માંગ વધુ હોવાથી કેટલાક શખ્સો આ કાળા બજારી કરી રૂપિયા રળી લેવાની લાહયમાં માનવતા નેવે મુકી ઇન્જેક્શનની કાળાબજાર કરી વધુ રૂપિયા પડાવી લોકોની મજબુરીનો લાભ લઇ રહ્યા છે. આ સારવાર માટે દર્દીને ઇન્જેક્શન આપવા જરૂરી હોય છે ત્યારે દર્દીઓનાં સગાઓ પણ આવા કાળાબજારી કરતા લોકોનો ભોગ બન્યા છે. અને મોધા ભાવે ઇન્જેક્શન ખરીદ કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ આવો જ એક ગોરખ ધંધો ચાલતો હોવાની પોલીસને જાણ થતા બાતમીદારોને કામે લગાડી અને તપાસ કરતા આ ગોરખ ધંધા શહેરનાં સી.જે. રોડ પર ચાલતો હોવાનું જાણ માં આવ્યુ હતુ. જેથી પોલીસની વોચ દરમ્યાન શહેરમાંથી લીંબડી ખોડીયારનગરમાં રહેતા દલસુખ જેરામભાઇ પરમારને દબોચી તેની તલાસી લેતા મ્યુકરમાઈકોસિસની સારવારનાં 20 ઇન્જેક્શન મળી આવ્યા હતા. તેની પુછપરછ કરતા તેણે આ ઇન્જેક્શન હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલભાઇ મનસુરી પાસેથી રૂપિયા નવ હજાર લેખે ખરીદ કર્યા હતા. જેથી પોલીસે છાપો મારી આરોપી સમીરને પણ ઝડપી લીધો હતો અને પુછપરછ હાથ ધરી હતી.

1 425 મ્યુકરમાઇકોસિસની સારવારનાં ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાઇ

મોટા સમાચાર / અદાણી ગ્રૂપને 43,500 કરોડ રૂપિયાનો આંચકો, વિદેશી ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ

બન્ને આરોપીઓને અટક કરી અને આ ઇન્જેક્શન કયાંથી લાવ્યા અને કોને કોને વેચ્યા તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હજુ આ મ્યુકરમાઈકોસિસ ઇન્જેક્શનમાં શહેરનાં અનેક લોકોનાં નામો ખુલે તેવી પોલીસને આશા છે. હાલ તો દર્દીઓને લુટતા આ બન્ને આરોપીઓ દલસુખ જેરામભાઇ પરમાર અને સમીર અબ્દુલભાઇ મનસુરીને રૂપિયા 1.40 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પુછપરછ હાથ ધરી છે. પરંતુ આવા આજનાં દુશ્મનોને હવે પોલીસ શુ સજા અપાવે છે તે જોવુ રહ્યુ અને આ કૌભાંડમાં હજુ કેટલા લોકોએ કાળા હાથ કરેલ છે અને કેટલા ઝડપાય છે તે પણ જોવુ રહ્યુ. તેમજ પોલીસે આ ઇન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ માટે ડ્રગ્સ વિભાગને પુથ્થકરણ માટે મોકલી આપ્યા છે.

kalmukho str 8 મ્યુકરમાઇકોસિસની સારવારનાં ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાઇ