bangluru/ એર ઈન્ડીયાની ફ્લાઈટમાં પણ હવે ખોરાકમાં બ્લેડ મળી

પોસ્ટ વાયરલ થઈ અને એરલાઈન્સ અધિકારીઓ સુધી પહોંચી

Top Stories India
Beginners guide to 2024 06 17T164224.214 એર ઈન્ડીયાની ફ્લાઈટમાં પણ હવે ખોરાકમાં બ્લેડ મળી

Bengluru News  News : એર ઈન્ડિયાના અધિકારી રાજેશ ડોગરાએ કહ્યું કે એર ઈન્ડિયા આ બાબતની પુષ્ટિ કરે છે. અમારી એક ફ્લાઇટમાં, એક મુસાફરને તેના ખોરાકમાં ધાતુની વસ્તુ મળી, જે બ્લેડ જેવી દેખાતી હતી. આ વસ્તુ શાકભાજીમાં જોવા મળી હતી. અસુવીધા બદલ માફી. એરલાઈને તેના કેટરિંગ પાર્ટનર સાથે વાત કરી છે જેથી કરીને આવી ઘટના ફરી ન બને. સખત શાકભાજી કાપતી વખતે, કટરનો ટુકડો શાકભાજીમાં રહી ગયો હશે. તેમ છતાં આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ફ્લાઈટ નંબર 175માં બની હતી, જે બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહી હતી. 10મી જૂનનો સમય હતો, પરંતુ મામલો આજે પ્રકાશમાં આવ્યો હતો. એક મુસાફરે તેના X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે ધાતુના ટુકડાવાળા ખોરાકનો ફોટો પોસ્ટ કર્યો. તેમજ મેસેજ લખીને લોકોને એલર્ટ કર્યા હતા. આ પોસ્ટમાં તેણે એર ઈન્ડિયા એરલાઈનને પણ ટેગ કર્યું છે. એર ઈન્ડિયાના ફૂડમાં મળી આવી બ્લેડ, મુસાફરોએ મચાવ્યો હંગામો, એરલાઈને માફી માંગવી પડી

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે એક મુસાફરના ભોજનમાંથી બ્લેડ જેવો ટુકડો મળી આવ્યો. મામલો ધ્યાને આવતા જ એરલાઈન અધિકારીઓએ તપાસના આદેશ જારી કર્યા હતા.એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભોજનમાં એક બ્લેડ મળી

જ્યારે આ પોસ્ટ વાયરલ થઈ અને એરલાઈન્સ અધિકારીઓ સુધી પહોંચી તો મામલો સામે આવ્યો. અધિકારીઓએ આ મામલે તપાસ કરી અને કેટરિંગ ટીમ સાથે વાત કરી. જ્યારે અમે ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ અને પાઈલટ સાથે વાત કરી તો ખબર પડી કે મુસાફરો હંગામો મચાવી રહ્યા છે. કારણકે પેસેન્જરનું ભોજન બદલવામાં આવ્યું હતું, આ બાબતની જાણ એરલાઇનના અધિકારીઓને કરવામાં આવી ન હતી. મુસાફરની પોસ્ટ બાદ મામલો સામે આવ્યો હતો.

એર ઈન્ડિયાના ફૂડમાં મળી આવી બ્લેડ, મુસાફરોએ મચાવ્યો હંગામો, એરલાઈને માફી માંગવી પડી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી

આ પણ વાંચો: ચૂંટણી પંચનું વલણ નિષ્પક્ષ રહ્યું નથી, કપિલ સિબ્બલે જણાવી દીધી વિપક્ષની આગળની રણનીતિ

આ પણ વાંચો: ભાજપના કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ, પોલીસ કરશે તપાસ