Not Set/ બોર્ડ દ્વારા GUJCETનું પરિણામ કરાયું જાહેર, A ગ્રુપમાં 474 વિદ્યાર્થીઓએ મેળવ્યા 99 પર્સેન્ટાઇલ

ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી-ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની  GUJCETનું પરિણામ આજે પરિણામ જાહેર થઇ ગયું…

Top Stories Gujarat Others
GUJCETનું પરિણામ

ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી-ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની  GUJCETનું પરિણામ આજે પરિણામ જાહેર થઇ ગયું છે. સવારે 10 વાગ્યે result.gseb.org વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે.

આ પણ વાંચો :  સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને વઢવાણમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગી પૂર્વક તાજીયા પડમાં લાવવામાં

કોરોના મહામારીને કારણે આ વર્ષે ગુજકેટની પરીક્ષા સિસ્ટમ અલગ હતી. આ વર્ષે પરીક્ષા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેવાઈ હતી. ત્યારે હવે ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયુ છે. બોર્ડની વેબસાઇટ ઉપર વિધાર્થીઓ પરિણામ જોઈ શકશે. જેમાં A ગ્રુપના 46 હજાર જેટલા વિધાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જ્યારે B ગ્રુપના 66 હજાર વિધાર્થીઓનું ગુજકેટનું પરિણામ આવ્યું. આમ, 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. A ગ્રુપના 474 અને B ગ્રુપના 678 વિધાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે.

આ પણ વાંચો : ધ્રાંગધ્રાના યુવાને કેન્દ્ર સરકારની નોકરી મૂકી છેલ્લા ચાર વર્ષમાં 4000 જેટલા પશુઓને સારવાર આપી નવું

result.gseb.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓ જોઇ શકશે પરિણામ

  • 99 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 474 વિદ્યાર્થીઓ
  • 99 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 678 વિદ્યાર્થીઓ
  • 98 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 940 વિદ્યાર્થીઓ
  • 98 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 1,347 વિદ્યાર્થીઓ
  • 96 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 1,853 વિદ્યાર્થીઓ
  • 96 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપનાં 2,701 વિદ્યાર્થીઓ
  • 92 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપનાં 3,707 વિદ્યાર્થીઓ

આજે ગુજકેટનું 10 વાગ્યે પરિણામ જાહેર થયું હતું. Result.gseb.org વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી સીટ નંબર નાંખી પરિણામ જોઇ શકશે. નોંધનીય છે કે, ગત 6 ઓગસ્ટના રોજ પરીક્ષા યોજાઈ હતી. 1,12,816 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીવવિજ્ઞાનના 67249 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગણિતમાં 46216 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફિઝિક્સ અને કેમસ્ત્રીના પેપરમાં 1- 1 પ્રશ્નના ભૂલ હોવાથી 5 તમામ વિદ્યાર્થીઓને 2 ગુણ ગ્રેસીંગ મળશે.

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ કુલ 3 ભાષમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરવાની ફરજ પડી છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 1 – 1 એમ કુલ બે માર્ક તમામને આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રશ્નપત્ર સેટ નંબર 1 માં 44મો અને 75મો પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા તમામને બે માર્ક અપાશે.

આ પણ વાંચો :રાજય માં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ કેસો નોંધાયા

ઉલ્લેખનીય છે કે ડીગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમા / ડીગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હજુ સુધી ગુજકેટનું પરિણામ ના આવ્યું હોવાથી ધોરણ 12 સાયન્સ બાદ ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત 16 ઓગસ્ટથી વધારીને 22 ઓગસ્ટ સુધી વધારવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :સમગ્ર ગુજરાત માં રવિવારે રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે

આ સિવાય 12 સાયન્સ બાદ ફાર્મસીમાં પણ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની અવધિ 24 ઓગસ્ટથી વધારીને 1 સપ્ટેમ્બર કરાઈ હતી. અત્યાર સુધી ગુજકેટનું પરિણામ જાહેર ન થયું હોવાથી રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર નોધાયું