સુરત/ નહેરમાંથી આશરે 9 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

સુરતના સચિન નજીક એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પસાર થતી નહેરમાંથી 9 મહિનાની બાળકીણો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકો દ્વારા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો

Gujarat Surat
બાળકી 2 નહેરમાંથી આશરે 9 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો
  • 9 મહિનાની બાળકી હોવાનુ અનુમાન
  • શરીર પર એક પણ ઈજાના નિશાન નથી
  • પોલીસે બાળકીના પરિવારની તપાસ શરૂ
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ મોકલાયો

રાજ્યમાં નવજાત કે નાના બાળકો મળી આવવાનું કે પછી તેમના મૃતદેહ મળી આવવાનું આજકાલ સામાન્ય બની ગયું છે. છાસવારે રાજ્યના વિવિધ સ્થળોએથી નાના બાળકો અથવા તેમના મૃતદેહ મળી આવવાની ઘટના નજરે ચઢે છે ત્યારે હવે સુરતની એક નહેરમાંથી આશરે 9 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.

સુરતના સચિન નજીક એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પસાર થતી નહેરમાંથી 9 મહિનાની બાળકીણો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકો દ્વારા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીનો મૃતદેહ 24 કલાક પહેલાનો છે. અને બાળકીના શરીર પર કોઈ ઈજાના નિશાન પણ જોવા મળ્યા નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર સવારે આશરે 9 વાગ્યાની આસપાસ નહેરમાંથી બાળકીનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. બાળકીના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા નથી. બાળકીના શરીર પર એક ટી-શર્ટ અને ચડી મળી આવ્યા છે. બાળકીની ઉંમર 9 મહિનાની હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસ બાળકીને ત્યજી દેનાર પરિવાર કે માતાને શોધી રહ્યું છે.

પોલીસ દ્વારા હાલતો બાળકીના વળી વરસોની તપાસ શરુ કરવામાં આવી છે. અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે PM  માટે મોકલી આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ પહેલા જ સુરતમાં થી જ પ્લાસ્ટીકની થેલીમાં વીંટળાઈલી કચરાના ઢગલા નાખી દેવાયેલી બાળકી મળી આવી હતી. ત્યાં વધુ એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.

મંજૂરી / સંરક્ષણ વિભાગે આધુનિક શસ્ત્રો માટે 7,965 કરોડ રૂપિયાની દરખાસ્તને આપી મંજૂરી

ધનતેરસ 2021 / અમિત શાહ સહિત આ નેતાઓએ દેશવાસીઓને પાઠવી ધનતેરસની શુભેચ્છા….