આત્મહત્યા/ બોકો હરામના લીડર અબુબકરએ પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી

બોકો હરામનો લીડર અબુબકરે કરી આત્મહત્યા

World
boka બોકો હરામના લીડર અબુબકરએ પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી

નાઇજિરીયામાં વર્ષો સુધી આંતક મચાવનાર ખૂંખાર સંગઠન બોકો હરમના લીડર અબુબકર શેકઉને પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધો.અધિકારીઓનો દાવો છે કે અબુબકર શેકઉએ આત્મહત્યા કરી લીધી છે. વોલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આંતકવાદી સંગઠનના લીડર અબુબકર શેકઉએ પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો કારણ કે તેનો સામનો ઇસ્લામિક  સ્ટેટથી થયો હતો. આ સમાચારની પુષ્ટી વોલ સ્ટ્રીટની રિપોર્ટમાંથી કરવામાં આવી છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સાંબિસા જંગલમાં ટિમ્બકટૂમાં અબુબકર શેકઉના બેસ પર ઇસ્લામિક સ્ટેંટ આંતકવાદીઓએ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ અબુબકર શેકઉએ પોતાની જાતને આંતકવાદીઓથી બચાવા માટે બોમ્બ વિસ્ફોટથી આત્મહત્યા કરી લીધી. જેમાં તેની મોત થઇ ગઇ હતી.હજી સુધી બોકો હરમથી અબુબકરના મરવાની કોઇ સાર્વજનિક નિવેદન આપવામાં આવ્યો નથી.