Not Set/ થર્ડ વેવની આશંકાઓ વચ્ચે બ્રિટેન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મેળવશે છૂટકારો

સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોનાવાયરસ અને તેના અલગ-અલગ વેરિઅન્ટ દુનિયા માટે મોટી મુસિબત બની ગયા છે.

Mantavya Exclusive
11 123 થર્ડ વેવની આશંકાઓ વચ્ચે બ્રિટેન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મેળવશે છૂટકારો

સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોનાવાયરસ અને તેના અલગ-અલગ વેરિઅન્ટ દુનિયા માટે મોટી મુસિબત બની ગયા છે. ત્યારે તાજેતરમાં સામે આવ્યુ કે, બ્રિટેનમાં કોરોનાની ત્રીજી લહેર આવવી લગભગ નક્કી જ છે. આ વચ્ચે બ્રિટેનનાં વડાપ્રધાન બોરિસ જ્હોનસને એક મોટી જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે.

11 124 થર્ડ વેવની આશંકાઓ વચ્ચે બ્રિટેન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મેળવશે છૂટકારો

રાજકારણ / મોદી સરકારને ફેલ ગણાવતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, રાફેલ, તેલ, PSU-PSB નો કર્યો ઉલ્લેખ

બ્રિટેનમાં કોરોનાનાં દૈનિક કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. ત્યારે મૃત્યુદર પણ સાવ નજીવો છે. થર્ડ વેવની આશંકાઓ વચ્ચે મૃત્યુદર સાવ તળિયે બેસી ગયા છે. આ વચ્ચે બ્રિટેનનાં વડાપ્રધાને ટ્વીટ કરતા મોટી જાહેરાત કરી છે. યુનાઇટેડ કિંગડમનાં નાગરિકો ટૂંક સમયમાં માસ્કથી છૂટકારો મેળવી શકે છે. કોરોના સંકટની વચ્ચે, માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું જરૂરી હતું. પરંતુ હવે રસીકરણની ગતિને કારણે યુકેમાં તેનાથી છૂટકારો મેળવવાનો નિર્ણય નક્કી જ છે. બ્રિટનનાં વડા પ્રધાન બોરિસ જ્હોનસને સોમવારે આ જાહેરાત કરી હતી. બોરિસ જ્હોનસન અનુસાર, લોકોને કોરોના વાયરસથી જીવવાનું શીખવું પડશે, પરંતુ આ સાથે અમે પ્રતિબંધોને ઘટાડવાની દિશામાં પણ પગલાં લઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં બ્રિટનમાં લોકો ઘરની અંદર અથવા સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવાથી છૂટકારો મેળવશે, જ્યારે એક મીટરનાં સામાજિક અંતર જાળવવાથી પણ તે છૂટકારો મેળવશે.

રાજકારણ / હેમંત સરમાનું વિવાદિત નિવેદન, કહ્યુ- ગુનેગાર ભાગવાનો પ્રયત્ન કરે તો Encounter કરવુ યોગ્ય

બોરિસ જ્હોનસને જાહેરાત કરી હતી કે, આ પ્રતિબંધોને જુલાઈ 19 થી કાયદેસર રીતે દૂર કરી શકે છે, પરંતુ હવે તે લોકો પર રહેશે. જો કોઈ વ્યક્તિ માસ્ક પહેરીને સામાજિક અંતરને અનુસરવા માંગે છે, તો તે કરી શકે છે. પરંતુ તેમ ન કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે તેનો અંતિમ નિર્ણય 12 જુલાઇએ લેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, UKમાં થર્ડ વેવનો ભરડો હવે નિશ્ચિત જણાઈ રહ્યો છે. બ્રિટેનમાં દૈનિક નોધાતા કેસની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.

11 125 થર્ડ વેવની આશંકાઓ વચ્ચે બ્રિટેન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મેળવશે છૂટકારો

સુપર બ્રેઇન યોગ..! / કાન પકડી અને ઉઠક-બેઠક કરવાની સજા શા માટે આપવામાં આવે છે ? જાણો કારણ

બ્રિટેનમાં છેલ્લા 24 કલાકમાં  27,300 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જયારે છેલ્લા 96 કલાકમાં 1 લાખ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર 9 લોકોનાં મોત નોધાયા છે. જયારે 96 કલાકમાં UKમાં 69 નાં જ મોત નોધાયા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે, બ્રિટનમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 24,885 નવા કેસ નોંધાયા હતા અને 18 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાષ્ટ્રીય આરોગ્ય સેવાનાં ડેટા અનુસાર, બ્રિટેનમાં 33 મિલિયનથી વધુ લોકોને કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે અને 85 ટકાથી વધુ પુખ્ત લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.