મોરબી/ ભાઈની પત્નીને પામવા ભાઈ કરી પિતરાઈ ભાઈની હત્યા

કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી છે ભાઈની પત્નીને પામવા માટે ભાઈએ ભાઈની હત્યા કરી દીધાનો ચોકાવનારો….

Gujarat Others
ભાઈની હત્યા

મોરબીના લીલાપર રોડ પર હોથીપીર દરગાહ પાસે રહેતા યુવાનને તેના જ કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી છે ભાઈની પત્નીને પામવા માટે ભાઈએ ભાઈની હત્યા કરી દીધાનો ચોકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે.

આ પણ વાંચો :ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનું દેશનું પ્રથમ પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર આકાર લેશે

બનાવની મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ઇમરાનશા ઉમરશા શાહમદાર (ઉ.વ.25) નામના યુવાનને તેના જ કાકાના દીકરા સરફરાજ ફિરોઝશા શાહમદાર રહે મકરાણીવાસ નામના શખ્શે છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી હતી જોકે ઈજાગ્રસ્ત ઇમરાનનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી.

જે હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ જાવેદશા ઉમરશા શાહમદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના નાના ભાઈ ઇમરાનની પત્ની સાહીદા આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારને ગમતી હોય તેની સાથે લગ્ન કરવા હોય જેથી ઇમરાનને પત્ની સાથે સંબંધ છોડી દેવાનું જણાવતા ઈમરાને નાં પાડી હતી જેથી સરફરાજે ઇમરાનના ઘરે જઈને છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીકી દેતા મોત થયાનું જણાવ્યું છે એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી જેમાં આરોપી સરફરાજ શાહમદારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમ નહિ વપરાય, બેલેટ પેપરથી થશે મતદાન

સમગ્ર મામલે પરિવારના જણાવ્યા અનુસાર હત્યા કયા કારણસર કરવામાં આવી છે તે અંગે કોઈ ખ્યાન નથી. જો કે, પિતરાઈ ભાઈ દ્વારા જ ભાઈની હત્યા કરવામાં આવી હોવાથી પરિવારજનો પણ આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે આરોપીનું પગેરૂં મળી આવતા પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની પ્રબળ શક્યતા છે. જેથી હાલ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ગીરસોમનાથનો માછીમાર બન્યો રાતોરાત કરોડપતિ, જાણો એવું તે શું થયું …

નોંધનીય છે કે મોરબીમાં છેલ્લા પંદર દિવસથી હત્યા જેવા ગુન્હા અટક્યા છે તેવામાં ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલમાં હત્યારો પિતરાઈ ભાઈ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો :  દશેરાના દિવસે PM મોદીના હસ્તે સુરતમાં પાટીદાર યૂથ હોસ્ટેલનું ખાતમુહૂર્ત