murder case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા

આજે વહેલી સવારે હતભાગી 38 વર્ષીય અતુલ પચાણ મહેશ્વરી નામના યુવકનો મૃતદેહ તેના ઘરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 11T134655.503 ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા

@મહેન્દ્ર મારૂ

Bhuj News: ભુજ તાલુકાના મોટા રેહા ગામે શ્રમજીવી યુવકની ધારદાર હથિયારોના ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે.

આજે વહેલી સવારે હતભાગી 38 વર્ષીય અતુલ પચાણ મહેશ્વરી નામના યુવકનો મૃતદેહ તેના ઘરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હત્યાના બનાવથી પધ્ધર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓના સગડ મેળવવા ઝીણવટ ભરી તપાસ શરુ કરી છે. હાલ મૃતકના દેહને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

WhatsApp Image 2024 03 11 at 1.18.04 PM ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા

આ અંગે પધ્ધર પોલીસ મથકના પીઆઇ એચ.એમ.ગોહિલનો સંપર્ક સાધતા તેમણે હત્યાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે મોટા રેહા ગામે છૂટક મજૂરી કામ કરતો અને મકાનમાં એકલો રહેતા અતુલ મહેશ્વરી નામના યુવકનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થયું છે.

આ મામલે કોના દ્વારા કયા કારણોસર અને કેટલા વ્યક્તિ દ્વારા હત્યા કરાઈ છે તે સહિતના પ્રશ્ને તપાસ ચાલી રહી છે. ઘટના રાત્રિના સમય દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃMehsana/ કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત

આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી