Not Set/ હનીટ્રેપનો શિકાર થયેલ BSF નો જવાન મોકલી રહ્યો હતો પાકિસ્તાનને ગોપનીય ઇન્ફોર્મેશન, કરાઈ ધરપકડ

ઉત્તર પ્રદેશની એન્ટી ટેરેરીઝમ સ્કોવડે પાકિસ્તાનની ખુફિયા એન્જસી ISI નાં એજન્ટ સાથે ગોપનીય ઇન્ફોર્મેશન શેર કરવાનાં આરોપમાં BSF નાં એક કોન્ટેબલની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ISI ની એક મહિલા એજન્ટ કોન્ટેબલ અચ્યુતાનંદ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવીને એમની પાસેથી ગોપનીય સૂચનાઓ મેળવી રહી હતી અને પોતાની એજન્સીને મોકલી રહી હતી. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ […]

Top Stories India
honey trap હનીટ્રેપનો શિકાર થયેલ BSF નો જવાન મોકલી રહ્યો હતો પાકિસ્તાનને ગોપનીય ઇન્ફોર્મેશન, કરાઈ ધરપકડ

ઉત્તર પ્રદેશની એન્ટી ટેરેરીઝમ સ્કોવડે પાકિસ્તાનની ખુફિયા એન્જસી ISI નાં એજન્ટ સાથે ગોપનીય ઇન્ફોર્મેશન શેર કરવાનાં આરોપમાં BSF નાં એક કોન્ટેબલની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ISI ની એક મહિલા એજન્ટ કોન્ટેબલ અચ્યુતાનંદ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવીને એમની પાસેથી ગોપનીય સૂચનાઓ મેળવી રહી હતી અને પોતાની એજન્સીને મોકલી રહી હતી.

યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સીમા સુરક્ષા દળનાં કોન્ટેબલ અચ્યુતાનંદ મિશ્રાને એન્ટી ટેરેરીઝમ સ્કોવડે (ATS) બુધવારે નોઇડા સેક્ટર 18 થી ધરપકડ કરી. મધ્યપ્રદેશનાં રીવામાં રહેનાર બીએસ એફનો જવાન દેશની ગોપનીય અને સંવેદનશીલ માહિતી આઈએસઆઈને આપી રહ્યો હતો એ આરોપમાં એમની ધરપકડ કરાઈ હતી.

handcuffs હનીટ્રેપનો શિકાર થયેલ BSF નો જવાન મોકલી રહ્યો હતો પાકિસ્તાનને ગોપનીય ઇન્ફોર્મેશન, કરાઈ ધરપકડ
bsf constable arrested from Noida after sharing confidential information to an ISI agent

ઓપી સિંહે જણાવ્યું કે આરોપી સાથે અત્યારે પુછતાછ કરવામાં આવી રહી છે.શરૂઆતની પુછતાછ દરમ્યાન અચ્યુતાનંદ મિશ્રાએ સ્વીકાર્યું કે એમણે ભારતની અગત્યની વાતો ISI ને કહી છે. પુછતાછ દરમ્યાન જાણવા મળ્યું કે ISI ની એક મહિલા એજન્ટે કોન્ટેબલ સાથે ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી હતી. અચ્યુતાનંદ મિશ્રાએ BSF નાં ઘણાં મહત્વપૂર્ણ દસ્તાવેજો મહિલાને આપ્યા હતા.

ઓપી સિંહે જણાવ્યું કે અચ્યુતાનંદનાં બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. એમાં ખબર પડશે કે એમણે સૂચનાઓ શેર કરવાના બદલે આઈ એસ આઈ પાસેથી પૈસા લીધા છે કે નહી. એમણે કહ્યું કે આરોપી જવાન વિરુદ્ધ દેશદ્રોહ સહિત અન્ય ધારાઓનાં મામલે કેસ ફાઈલ કરવામાં આવશે.