સિદ્ધપુર/ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે અહીં BSFના જવાનોએ કર્યું તર્પણ

સિદ્ધપુર માતૃગયા તીર્થના તીર્થ ગોર મંડળ દ્વારા કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં તર્પણ કર્યું હતું

Gujarat Others
sc 7 દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે અહીં BSFના જવાનોએ કર્યું તર્પણ

સિદ્ધપુર માતૃગયા તીર્થના તીર્થ ગોર મંડળ દ્વારા કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં તર્પણ કર્યું હતું.  અને મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. સિદ્ધપુર ખાતે આવી પહોંચતા BSF  જવાનોની સાઇકલ યાત્રાનું ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે ગુજરાત GIDC ના ચેરમેન બલવંતસિંહ રાજપુર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

sc 8 દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે અહીં BSFના જવાનોએ કર્યું તર્પણ

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા મુવમેન્ટને વેગ આપવા BSF  જવાનો દ્વારા દેશભરમાં સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા બનાસકાંઠાથી કાલે સાંજે સિદ્ધપુર ખાતે આવી પહોચી હતી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે પહોંચતા ગુજરાત GIDC ના ચેરમેન બલવંતસિંહ રાજપુર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને BSF બટાલિયનનું રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું.

જયારે જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી BSF  જવાનોની આ સાઇકલ યાત્રાને આજે વહેલી સવારે-7.00 વાગે દાંતીવાડા BSF  કેમ્પસ ખાતેથી 93 બટાલીયનના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત અને 109 બટાલીયનના કમાન્ડન્ટ એ. કે. તિવારી અને સીમા સુરક્ષા દળના અન્ય જવાનોએ ફ્લેગ ઓફ કરી સિદ્ધપુરના માતૃગયા તીર્થ બિંદુસરોવર ખાતે પહોંચી હતી. જ્યાં સિદ્ધપુર માતૃગયા તીર્થ ગોર મંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી બિન્દુસરોવર માં તર્પણ વિધિ કરાવી હતી.

સિદ્ધપુર માતૃગયા તીર્થના તીર્થ ગોર મંડળ દ્વારા કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં તર્પણ કર્યું હતું અને મોક્ષ માટે પ્રાર્થના કરી હતી તેમજ રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું અને ત્યારબાદ આ સાઇકલ રેલી ઊંઝા જવા માટે પ્રસ્થાન કર્યું હતું. જોકે જમ્મુ-કાશ્મીરથી નિકળેલી આ સાઇકલ યાત્રા આગામી 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દાંડી પહોંચશે. તેમ BSF ના ઓફિસર રાજીવકુમારે જણાવ્યું હતું.

National / ભાજપ સાંસદ વરુણ ગાંધીનું મોટું નિવેદન – હું ખેડૂતોને ટેકો આપીશ, અન્યાય સામે હંમેશા મારો અવાજ ઉઠાવું છું