Not Set/ #Budget2020 / નાણામંત્રીના બજેટ બાદ બજારમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો 

દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આર્થિક મંદી વચ્ચે રજૂ થયેલું આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આ બજેટમાં રોકાણકારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો ન હતો. કારોબારના છેલ્લા કલાકમાં, સેન્સેક્સમાં 1000 થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો. આ સાથે, તે 40 હજાર ની સપાટીએ થી નીચે આવ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તે 350 […]

Top Stories Business
budget 13 #Budget2020 / નાણામંત્રીના બજેટ બાદ બજારમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો 

દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આર્થિક મંદી વચ્ચે રજૂ થયેલું આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આ બજેટમાં રોકાણકારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો ન હતો. કારોબારના છેલ્લા કલાકમાં, સેન્સેક્સમાં 1000 થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો. આ સાથે, તે 40 હજાર ની સપાટીએ થી નીચે આવ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તે 350 અંક ઘટીને 11 હજાર 650 ની સપાટી એ આવી ગયો છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું હતું અને જ્યારે આ બજેટ સામાન્ય લોકોની સમજની બહાર છે, ત્યારે બજેટમાં કરવામાં આવેલી ઘોષણાથી બજાર નાખુશ લાગે છે. બજેટ રજૂ થયા દરમિયાન અને તે પછી માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 1016 અંક ઘટીને 39,707 પર જ્યારે નિફ્ટી 307 અંકની નબળાઈ સાથે 11,654 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

બપોરે 1.20 વાગ્યે, તે 700 પોઇન્ટ નીચે આવી ગયો હતો. અને 40,028 ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 215 પોઇન્ટ ઘટીને 11,746 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

વહેલી સવારે સેન્સેક્સ 190 પોઇન્ટ પર આવી ગયો હતો. જો કે, નાણાં પ્રધાને 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરવાનું શરૂ કરતાં જ શેરબજારમાં તેજી જોવા મળી હતી પરંતુ ધીરે ધીરે તેનો અંત આવવા લાગ્યો હતો.

સવારે 145 પોઇન્ટની નબળાઇ સાથે 40,576 ના સ્તરે કારોબાર કરતો સેન્સેક્સ બજેટ ભાષણની શરૂઆત સુધી 118 પોઇન્ટની ઉંચી સપાટીએ 11,918 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 30 અંકના વધારા સાથે 11,992 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની  નવી મોબાઇલ એપ્લિકેશન.