Dharm & Bhakti: હોળાષ્ટક 2026 (Holashtak 2026)ની શરુઆત 24 ફેબ્રુઆરીના રોજ થઇ હતી અને આ હોળાષ્ટકના આઠ દિવસોમાં જુદા-જુદા ગ્રહો ઉગ્ર અવસ્થામાં હોય છે. 1 માર્ચે (1 March) હોળાષ્ટકનો છઠ્ઠો દિવસ છે અને આ દિવસે બુધ ગ્રહ ઉગ્ર અવસ્થામાં (Fierce Budh Graha) રહેશે જેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર પ્રતિકૂળ થઇ શકે છે. આ રાશિઓ કઇ-કઇ છે અને શા ઉપાયો (Upay) કરવાથી આ બુધ ગ્રહની ઉગ્રતાને ઓછી કરવામાં સહાયતા મળી શકે એ જાણીએ…

હોળાષ્ટક 2026 (Holashtak 2026) માં બુધ બનશે ઉગ્ર
હોળી પહેલાના હોળાષ્ટકના છઠ્ઠા દિવસે બુધ ગ્રહના ઉગ્ર થવાથી કર્ક, કન્યા અને કુંભ રાશિ (Kark, Kanya, Kumbh)ના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ત્રણેય રાશિઓને કેરિયર (Career)ના વિષયમાં સતર્ક રહેવું પડશે. કોઈ મોટો નિર્ણય આ સમય દરમિયાન ન લેવોય બુધ વ્યવસાયનો પણ કારક છે આથી વેપારી વર્ગે સંભાળીને આગળ વધવાની આવશ્યકતા રહેશે.
કેટલાક લોકોને એલર્જીની સમસ્યા સર્જાઇ શકે છે આથી આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવી. સામાજીક સ્તરે વાતચીત દરમિયાન શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી. બુધ ગ્રહના ઉગ્ર થવાથી તમારી વાણીમાં પણ ઉગ્રતા જોવા મળશે જેથી સમાજમાં તમારી છબિ ખરાબ થઇ શકે છે. આ રાશિના જાતકોએ મહિલાઓ (Female) સાથે સારો વ્યવહાર કરવાની જરુર રહેશે. જો તમે યાત્રા કરતા હો તો ઇલેક્ટ્રોનિક સામાનની સાવધાનીથી સુરક્ષા કરવી. હવે જાણીએ કે કયા ઉપાયો કરવાથી બુધ ની ઉગ્રતાને ઓછી કરી શકાશે.

બુધ ગ્રહની ઉગ્રતાને ઓછી કરવાના ઉપાયો
બુધ ગ્રહની ઉગ્રતાને ઓછી કરવા માટે ઉપાયો 1 માર્ચના રોજ કરવાથી આ 3 રાશિઓને ફાયદો થઇ શકે છે.
1. બુધ ગ્રહના મંત્રોનો જાપ (Mantrajap) કરવાથી બુધની ઉગ્રતા ઓછી થશે.
‘ॐ બું બુધાય નમ:’
અથવા
‘ॐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ:’

2. ભગવાન ગણેશ (Lord Ganesha) ની પૂજા કરવાથી પણ આ બુદ્ધિના કારક ગ્રહની ઉગ્રતા ઓછી થશે.

3. ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી પણ બુધની સ્થિતિ સુધરે છે.

4. મગની દાળ, લીલા વસ્ત્રો વગેરેનું દાન (Daan) કરવાથી પણ તમે ઉગ્ર બુધને શાંત કરી શકો છો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!
આ પણ વાંચો: સિંહ, તુલા અને કુંભ રાશિઓના જાતકોનો 11 માર્ચથી સકારાત્મક સમય…દેવગુરુ બૃહસ્પતિ બનશે માર્ગી..!
આ પણ વાંચો: 22 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રનું નક્ષત્ર પરિવર્તન…આ ગોચરથી વૃષભ, કુંભ અને તુલા રાશિને આર્થિક લાભના સંકેત…
